તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Birth Rate Dropped By 15% During The Koro Period, According To Doctors, The Risk Of Infection, Economic Hardship, Mental Stress

ભાસ્કર એનાલિસિસ:અમદાવાદમાં કોરોના કાળમાં જન્મદર 15 % ઘટ્યો, ડોક્ટરોના મતે સંક્રમણનું જોખમ, આર્થિક તંગી, માનસિક તણાવ કારણભૂત

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
  • ફેબ્રુ.-એપ્રિલ, 2020માં 20,077 બાળકો જન્મ્યાં, આ જ ગાળામાં ચાલુ વર્ષે 17,068 બાળક જન્મ્યાં

કોરોનાને કારણે અમદાવાદ શહેર-જિલ્લામાં મૃત્યુદરમાં વધારો થયો છે, પરંતુ તેની સામે જન્મદર ઘટ્યો છે. વર્ષ 2020ની સરખામણીએ 2021માં કોર્પોરેશન અને જિલ્લા વિસ્તારોમાં 15 ટકા ઓછો જન્મદર નોંધાયો છે. સરકારી આંકડા મુજબ અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરી, 2020થી એપ્રિલ, 2020 દરમિયાન 20,077 બાળકો જન્મ્યાં હતાં જ્યારે 2021માં આ જ સમયગાળામાં 17,068 બાળક જન્મ્યાં છે.

જિલ્લામાં 26 ટકા જન્મદર ઓછો
અમદાવાદ જિલ્લામાં ફેબ્રુઆરી, 2020થી એપ્રિલ 2020 સુધીમાં 5033 બાળકો જન્મ્યાં, જ્યારે 2021માં આ જ સમયગાળામાં 4281 બાળકનો જન્મ થયો છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018ની સરખામણીએ 2021માં જન્મદર 18 ટકા અને જિલ્લામાં 26 ટકા ઓછો રહ્યો, જેની પાછળનું મુખ્ય કારણ કોરોના મહામારી, આર્થિક તંગી, આંતરરાજ્ય ટ્રાન્સફર, રોજગાર બંધ થયા, માનસિક તણાવ છે. ઘરમાં વૃદ્ધ સભ્યો તથા બાળક અને માતાને સંક્રમણનું જોખમ હોવાથી પણ ઘણાં દંપતીઓએ ફેમિલી પ્લાનિંગ ટાળ્યાં હોવાનું ડોક્ટરો કહે છે.

શહેરની મેટરનિટી હોસ્પિટલોમાં ડિલિવરી 30થી 50 ટકા સુધી ઘટી હોવાનો અંદાજ
ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા મુજબ, ફેમિલી પ્લાનિંગનું વિચારી રહેલાં ઘણાં દંપતીઓએ કોરોના મહામારીને કારણે બાળકોમાં ખોડખાંપણ કેે સંક્રમણનું જોખમ હોવાના ડરે વિચાર ટાળ્યો હતો. કોરોના કાળમાં શહેરની મેટરનિટી હોસ્પિટલોમાં 30થી 50 ટકા ડિલિવરી ઘટી છે.

સામાન્ય રીતે વર્ષે 200 ડિલિવરીનો રેશિયો હતો, જે ઘટીને 50 ટકા થયો
કોરોનાથી ઘણા પરિવારો આર્થિક ભીંસમાં આવ્યા છે. આવક ઘટી છે, જેને કારણે બાળકનું આયોજન પડતું મૂકનારાં દંપતીઓની સંખ્યા વધુ છે. બાળકોની ડિલિવરી માટે આવતી વર્ષે 200 મહિલાઓનો રેશિયો ઘટીને 100 થઈ ગયો છે. હાલ પણ 50 ટકાનો ઘટાડો યથાવત્ છે. લોકડાઉનના સમયમાં દંપતીઓએ આયોજન કરવાનું મુનાસિબ ન લાગતા જન્મદર પર સીધી અસર થઈ છે. > ડો. ચિરાગ પુરોહિત, શ્રીદત્ત મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ, ઘાટલોડિયા

વર્ષે 350 ડિલિવરી કરીએ છીએ, કોરોનાકાળમાં 200થી ઓછી કરી
અગાઉથી ફેમિલી પ્લાનિંગને કારણે ગયા વર્ષે શરૂઆતના તબક્કામાં ઘણી સ્ત્રીઓએ ડિલિવરી કરાવી હતી. ગયા વર્ષે માર્ચ પછી નવા કેસોની સંખ્યા ઘટી હતી. ડાયાબિટીસ, બ્લડપ્રેસર જેવી સમસ્યા ધરાવતી સ્ત્રીઓને કોરોનાનું જોખમ હોવાથી તેમણે બાળકનું આયોજન કર્યું ન હતું. વર્ષે 350 ડિલિવરી થતી હોય છે, જે કોરોના કાળમાં 200થી ઓછી થઈ છે. માનસિક તણાવને કારણે પણ ઘણાં દંપતીઓએ પ્લાનિંગ કર્યાં નથી. - ડો.આર.જી.પટેલ, સન ફલાવર હોસ્પિટલ, મેમનગર

​​​​​​​કોરોનાના માનસિક ડરથી ઘણાં દંપતીએ ફેમિલી પ્લાનિંગ ટાળ્યાં
કોરોનાને કારણે મહિલાઓના મનમાં માનસિક ડર રહેતો હતો, જેના લીધે તેમણે ગર્ભધારણ કરવાનું ટાળ્યું હતું. પ્રથમ અને બીજી લહેરમાં લોકો વતન જતા રહ્યા છે, જેથી ડિલિવરી ઓછી થઈ. ગર્ભવતી મહિલાઓ માટે કોઈ વેક્સિન શોધાઈ ન હતી. બાળકો પણ અસર થવાનો ડર હતો. આથી પતિ-પત્ની બાળકના આયોજન વિશે વિચાર જ કરતા ન હતા. વર્ષે 350ની સામે આ વર્ષે 250 ડિલિવરી જ થઈ શકી છે. - ડો.ચૈતાલી બંસલ, આંગન નર્સિંગ હોમ, વેજલપુર

​​​​​​​મેમાં જન્મનું પ્રમાણ ઓછું
અમદાવાદ શહેરમાં છેલ્લાં 2 વર્ષના મે મહિનાની સરખામણીએ આ વર્ષે મેમાં જન્મદર ઘટ્યો છે. મે-2019માં 8216, મે- 2020માં 5749 તથા ચાલુ મે મહિનાની 12 તારીખ સુધી 1939 બાળક જન્મ્યાં હતાં.

અમદાવાદ શહેરમાં જન્મના આંકડા

2021202020192018
ફેબ્રુ5276727966927041
માર્ચ5812673068936533
એપ્રિલ5980606871117211
કુલ17068200772069620785

અમદાવાદ જિલ્લામાં જન્મના આંકડા

2021202020192018
ફેબ્રુ1368188818202035
માર્ચ1618164618001848
એપ્રિલ1295149920301886
કુલ4281503356505769

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...