તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:અમદાવાદમાં રાજ્યના શ્રેષ્ઠ 30 શિક્ષકોને સન્માનિત કરી 51 હજાર રૂપિયાની રકમ ભેટમાં આપવામાં આવી

અમદાવાદ21 દિવસ પહેલા
51 હજાર રૂપિયાની રકમ ભેટ કરવામાં આવી હતી
  • ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોના 4200 રૂપીયા ગ્રેડ પે મામલે નાણાકીય વિભાગમાં પ્રક્રિયા ચાલી રહી છે

ગુજરાતમાં રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અમદાવાદમાં પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે થઈ હતી કે જ્યાં રાજ્યના રાજ્યપાલ શિક્ષણમંત્રી મુખ્યમંત્રી તેમજ શિક્ષણ વિભાગના સચિવ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 51 હજાર રૂપિયાની રકમ ભેટ કરવામાં આવી હતી.

સ્કૂલમાં શિક્ષકોનો સમય વધારવામાં આવ્યો
મીડિયાને સંબોધિત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે રાજ્યની શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો છે. અલગ અલગ જિલ્લા પર પણ સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં ઉજવણી ચાલી રહી છે. આજે 30 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને 51 હજાર રૂપિયા આપીને મુખ્યમંત્રી અને રાજ્યપાલે સન્માનિત કર્યા છે. તમામ સન્માનિત શિક્ષકોને અભિનંદન આપું છું. શિક્ષકોનો સમય વધારવામાં આવ્યો છે તે અંગે કહ્યું હતું કે સરકારના બધા વિભાગમાં કર્મચારી 8 કલાક કામ કરે જ છે.

30 શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
30 શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

ખાલી જગ્યાની ભરતી મુદ્દે પ્રક્રિયા ચાલી રહી છે
વિદ્યા સહાયકોની ભરતી નથી થયેલા મામલે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ખાલી જગ્યાની ભરતી મુદ્દે પ્રક્રિયા ચાલી રહી છે. ચોટીલાના પ્રાંત અધિકારીની ધમકી મુદ્દે કહ્યું હતું કે આ વિશે જાણકારી લઈને પ્રતિક્રિયા આપીશ. ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોના 4200 રૂપીયા ગ્રેડ પે મામલે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ માટે સરકારના નાણાકીય વિભાગમાં પ્રક્રિયા ચાલી રહી છે.