તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:અમદાવાદમાં ABVPએ કોરોના કાળમાં નિરાધાર થયેલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવા માંગ કરી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ABVPએ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજુઆત કરી - Divya Bhaskar
ABVPએ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજુઆત કરી
  • ABVPએ અન્ય 4 માંગણી લઈને યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી રજુઆત કરી

રાજ્યમાં કોરોના કાળમાં અનેક વિદ્યાર્થીઓ નિરાધાર થયાં છે. અનેક વિદ્યાર્થીઓના માતા- પિતા કોરોના સંક્રમિત થતાં મૃત્યુ પામ્યાં છે. ત્યારે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા આવા નિરાધાર થયેલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવા માટેની માંગ કરવામાં આવી છે. ABVPના કાર્યકરો અને આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના કુલ પતિને આ માંગ સાથે અન્ય નવી ચાર માંગોનું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ માંગોની રજુઆત કરવામાં આવી
કોરોના મહામારી માં તમામ લોકો ને આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી છે તેથી આ વર્ષે ફી માં વધારો ન કરવામાં આવે. ત્યારબાદ તેઓ એ ઉલ્લેખ કર્યો કે રેગ્યુલર પરીક્ષા સાથે ATKT વાળા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે. ધોરણ 12માં પણ માસ પ્રમોશનના લીધે કોલેજમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ વધશે તે માટે તેમને એડમિશન મળે અને આ પ્રક્રિયામાં ખાનગી પ્રવેશ એજન્સીની બદલે સરકારી એજન્સી વ્યવસ્થા સંભાળે વધુમાં તેઓએ પણ ઉમેર્યું કે યુનિવર્સિટીના કેમ્પસમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે.

ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે જેથી પરીક્ષા ફી પરત કરવા માંગ કરાઈ
ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે જેથી પરીક્ષા ફી પરત કરવા માંગ કરાઈ

અગાઉ પરીક્ષાને લઈ શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી
ABVP દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં વર્તમાન પરિસ્થિતિને જોતા પ્રવેશ,પરીક્ષા અને પરિણામમાં જે અવ્યવસ્થા સર્જાઈ છે તેનું મુખ્ય કારણ છે સેમેસ્ટર પ્રથા, સરકાર દ્વારા સેમેસ્ટર પદ્ધતિ દુર કરીને વાર્ષિક પરીક્ષા કરવામાં આવે. ધોરણ 12ની પરીક્ષા અગાઉ વિધાર્થીઓને વેક્સીન આપવામાં આવે.ધોરણ 10 બાદ 11 અને ડીપ્લોમાં તથા ITIમાં પ્રવેશ પ્રકિયા ક્યારથી શરુ થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે. જે વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવામાં આવ્યું હોય તેમની ફી પરત કરવામાં આવે. ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે જેથી પરીક્ષા ફી પરત કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...