શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ઘર છોડી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. ફરાર થતા પહેલા સગીરા એક ચિઠ્ઠી લખીને ગઈ હતી જેમાં તેણે પિતાની માફી માગી હતી. SORRY પોતે એક યુવકને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે તેણે લગ્ન કરી લીધા છે. તેની શોધખોળ કરવી નહીં. તમે મને ખરાબ માની. આવી ચિઠ્ઠી લખી ફરાર થઈ જતા ચિંતાતુર પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હું તેને બહુ LOVE કરું છું, અમે મંદિરમાં લગ્ન કરી લીધા છે: સગીરા
ગોમતીપુર વિસ્તારમાં 45 વર્ષીય વ્યક્તિ તેની પત્ની, બે દીકરી અને એક દીકરા સાથે રહે છે. સૌથી મોટી દીકરી 17 વર્ષની છે. શનિવારે સવારે બંને કામ પર ગયા ત્યારે બાળકો ઘરે હતા. બપોરે જમવા માટે આવ્યા ત્યારે મોટી દીકરી ગાયબ હતી. જેથી આસપાસમાં શોધખોળ કરતા મળી આવી ન હતી. દીકરીના ડોક્યુમેન્ટની શોધખોળ કરતા તેની એક નોટબુકમાં ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે " પપ્પા SORRY હું તમારી ઈજ્જત નઈ ઉતારવા માંગતી હતી પણ હું એક છોકરાને LOVE કરવા લાગી અને તમે ના માનતા એટલે અમારે ભાગવાનું રિસ્ક લેવું પડ્યું. SORRY પપ્પા મને શોધવાની કોશિશ ન કરતા કેમ કે હું તેને એટલો LOVE કરું છું અને અમે મંદિરમાં લગ્ન કરી લીધા છે. તે અહિયાંનો છોકરો નથી એટલે મને અને તેને અહીંયા શોધતા નહિ ok.
એમઇ તમે આ તો ચાહતા હતા કે કોઈને લઈને ભાગી જવ: સગીરા
એવું સમજજો કે મારી એક જ છોકરી હતી અને બીજી હતી એ મરી ગઈ. પોલીસ કેસ કરવાની કોઈ જરૂર નથી હું તેની સાથે ખુશ છું. SORRY તમને હર્ટ કરવા માટે મને શોધતા નહિ OK.અને એમઇ તમે આ તો ચાહતા હતા કે કોઈને લઈને ભાગી જવ. પપ્પા જેની સાથે જવ છું તેની સાથે જીંદગી જોડે રહીશ. મારુ વચન છે. SORRY SORRY SORRY
ચિઠ્ઠીમાં આ રીતે પોતાના પિતાની માફી માંગી પ્રેમી સાથે જતી રહેનાર દીકરીને શોધવા માટે પિતાએ અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી જો કે સગીરા મળી ન આવતા પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યાં શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.