• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, Teams From The Health Department Will Go To Weddings And Start Checking For Corona Vaccination. Vaccination Will Be Given On The Spot.

AMC એક્શનમાં:​​​​​​​અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લગ્ન પ્રસંગોમાં જઈ કોરોના વેક્સિનેશનનું ચેકિંગ શરૂ, સ્થળ પર જ વેક્સિન અપાશે

​​​​​​​અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વેક્સિનનું સર્ટીફીકેટ ચેક કરવાની કામગીરી શરૂ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ફરી એકવાર વધ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો સૌથી વધુ સામે આવે છે. કોરોનાથી બચવા માટે વેક્સિન એક જ ઉપાય છે. અમદાવાદ શહેરમાં વેક્સિનનો બીજો ડોઝ લેવા પાત્ર હોવા છતાં કેટલાક લોકોએ હજી સુધી વેક્સિનનો બીજો લીધો નથી. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે 12 ડિસેમ્બર સુધી અમદાવાદ શહેરમાં સૌથી વધુ લગ્ન પ્રસંગો યોજાવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આવા લગ્ન પ્રસંગોમાં અમદાવાદમાં તમામ વિસ્તારમાં આવેલા અલગ-અલગ પાર્ટી પ્લોટ અને હોલ યોજાતાં લગ્નમાં જઈ અને કોરોના વેક્સિનેશનનું ચેકિંગ કરી રહી છે. જે પણ વ્યક્તિએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ નહી લીધો હોય તેઓને ત્યાં જ વેક્સિન આપવામાં આવશે.

50થી વધુ પાર્ટી પ્લોટ અને હોલમાં ચેકિંગ થયું
અમદાવાદ શહેરમાં જો હવે તમે લગ્ન પ્રસંગમાં જતા હોય અને તમે તમારે કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે કારણ કે લગ્ન પ્રસંગમાં પણ હવે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વેક્સિનનું સર્ટીફીકેટ ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. AMCના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની અંદર છેલ્લા બે દિવસથી આ કામગીરી શરૂ થઈ છે અલગ-અલગ વિસ્તારમાં આવેલા 50થી વધુ પાર્ટી પ્લોટ અને હોલમાં અમારી ટીમ દ્વારા વેક્સિનેશનનું ચેકિંગ કરવામાં આવ્યું છે જે પણ વ્યક્તિએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો તેઓને વેક્સિન આપવામાં આવશે.

આરોગ્ય વિભાગ તમામના વેક્સિનેશન સર્ટીફીકેટ ચેક કરે છે
આરોગ્ય વિભાગ તમામના વેક્સિનેશન સર્ટીફીકેટ ચેક કરે છે
અન્ય સમાચારો પણ છે...