કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સ્કૂલ કોલેજના તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે. પરંતુ દરેક વાલી પોતાનાં બાળકો માટે મોબાઈલ, લેપટોપ અને ટીવી જેવી સુવિધા ના કરી શકતા હોય તેવા વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે સવાલો ઉભા થયાં હતાં. તેને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના શિક્ષકો ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. શહેરના બાપુનગર, નારણપુરા વિસ્તારમાં હાલ આ કામગીરી ચાલુ છે. અન્ય જગ્યાએ જરૂર હોય ત્યાં હવે શિક્ષકોને મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અનેક વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે
કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ પર અસર થઈ છે. બીજી તરફ ઓનલાઇન શિક્ષણના કારણે વાલીઓ પર મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણો ખરીદવા માટેનું ભારણ વધ્યું છે. ઘણા વાલીઓ એવા છે કે જેઓ પોતાના બાળકોને ઓનલાઇન શિક્ષણ મળે તે માટે મોબાઈલ લેપટોપ જેવા ઉપકરણો ખરીદી શકતા નથી. તે ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમના ઘરે ટીવી પણ નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે.
કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકો ભણાવે છે
શિક્ષણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેમને ભણવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો ત્યાં સ્કૂલમાં શિક્ષકોને મોકલીને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ઘરે જઈને સરકારી સ્કૂલોના શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. આસપાસના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારે જ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે.
તમામ શિક્ષકો 20થી 22 બાળકોને રોજ ભણવી રહ્યા છે
શહેરના બાપુનગર, નારણપુરા વિસ્તારમાં હાલ આ કામગીરી ચાલુ છે. અન્ય જગ્યાએ જરૂર હોય ત્યાં હવે શિક્ષકોને મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે.બાપુનગર હિન્દી સીઆરસી સ્કૂલના આચાર્ય એ જણાવ્યું હતું કે જે વાલીઓ પાસે વિદ્યાર્થીઓ માટે મોબાઈલ, ટેબ્લેટ જેવી સુવિધા ના હોય તેમને ઘરે જઈને સ્કૂલના શિક્ષકો ભણાવી રહ્યા છે.દરેક શિક્ષક વર્ગ પ્રમાણે ઘરે જઈને ભણાવે છે.સ્કૂલમાં તમામ શિક્ષકો 20-22 બાળકોને રોજ ભણવી રહ્યા છે.આસપાસના બાળકોને પણ અહીંયા જ બોલાવવામાં આવે છે.
છેલ્લા એક મહિનાથી શિક્ષકો ઘરે જઈને શિક્ષણ આપે છે
રાકેશ ગોસ્વામી નામના શિક્ષકે જણાવ્યું હતું કે અમે રોજ 15 બાળકોને ફોન કરીએ છે.બાળકના વાલી કામ પર જાય ત્યારે બાળક એકલો હોવાનો જાણવા મળે છે જેથી બાળક ભણી શકતો નથી જેથી બાળકને ઘરે જઈને ભણાવવામાં આવી રહ્યા છે.અલગ અલગ વિસ્તારમાં જઈએ તે અગાઉ વાલીઓને જાણ કરી છે.રોજ અલગ અલગ વિસ્તારમાં બાળકોને ભણવીએ છે. મધુબેન નામના વાલીએ જણાવ્યું હતું કે હાલ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે પરંતુ અમારા પાસે મોબાઈલ, ટેબ્લેટ જેવી કોઈ વ્યવસ્થા નથી માટે અમે શિક્ષકોને જાણ કરી હતી જે બાદ હવે શિક્ષકો અમારા ઘરે આવીને બાળકોને ભણાવે છે.છેલ્લા 1 મહિનાથી આ રીતે શિક્ષકો અમારા ઘરે આવીને બાળકોને ભ્ણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.