રેમડેસિવિર ક્યાંથી મળશે?:અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક ખૂટી જતા ફરીથી વેચાણ બંધ કર્યું

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાયડસ હોસ્પિટલની બહારની તસવી� - Divya Bhaskar
ઝાયડસ હોસ્પિટલની બહારની તસવી�
  • ઝાયડસ હોસ્પિટલ દ્વારા 12 તારીખે ચાર વાગ્યાથી રેમડેસિવિરનું વેચાણ બંધ કરાયું છે.

કોરોનાના ગંભીર લક્ષણો તથા શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓના જીવ બચાવવા માટે રેમડેસિવિરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી દર્દીના સ્વજનો માટે રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરાતું હતું. જોકે ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાથી આજે 12 એપ્રિલ સાંજે ચાર વાગ્યાથી ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા તેનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા આ મામલે એક પત્ર જાહેર કરીને જાણકારી આપવામાં આવી હતી.

ઝાયડસ હોસ્પિટલે જાહેર કરેલો પત્ર
ઝાયડસ હોસ્પિટલે જાહેર કરેલો પત્ર

રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વર્તાઈ
રાજ્યમાં જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ છે અને દિવસે દિવસે ઇન્જેક્શનની માગ વધી રહી છે, જેથી લોકો પોતાનાં સ્વજનો માટે ઇન્જેક્શન લેવા સોમવારે વહેલી સવારથી લાઈનમાં ટોકન લેવા લાઈનમાં આવી ગયા હતા. આજે સવારથી ઇન્જેક્શન માટે ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી, જેમાં 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી પડ્યાં છે, જેથી લોકોને પોલીસ દ્વારા પરત મોકલાતાં લોકો રોષે ભરાયા હતા.

ઈન્જેક્શન ખરીદવા માટે લાઈનમાં ઊભેલા લોકોની ગઈકાલની તસવીર
ઈન્જેક્શન ખરીદવા માટે લાઈનમાં ઊભેલા લોકોની ગઈકાલની તસવીર

ઝાયડસની બહારનો વીડિયો વાઇરલ થયો હતો
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર રોજ અનેક લોકો દૂર-દૂરથી આવે છે અને રેમડેસિવિર ઇન્જેક્શન મળશે એ માટે લાઈનમાં બેસે છે. આ બધાની વચ્ચે હવે કર્ફ્યૂના સમયમાં પણ લોકો ત્યાં સવારે તેમનો નંબર આવશે અને સ્વજનોને માટે ઇન્જેક્શન મળી જશે એવી આશા રાખીને આખી રાત બેઠા હોય છે. હાલ રવિવારે રાતનો ઝાયડસ હોસ્પિટલની બહાર આવા મજબૂર લોકોનો વીડિયો સામે આવ્યો છે, જેને કર્ફ્યૂ કરતાં પોતાના સ્વજનનો સાદ સાંભળવો છે. હવે તેમના માટે કોઈ બીજો ઉપાય રહ્યો નથી.

ઝાયડસ બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી રહેલી પોલીસ
ઝાયડસ બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી રહેલી પોલીસ

હોસ્પિટલ બહાર 1 કિલોમીટર લાંબી લાઈન
નોંધનીય છે કે અમદાવાદના થલતેજમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં ગઈકાલથી જ રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ ફરી શરૂ કરાયું હતું. ત્યારે હોસ્પિટલ બહાર વહેલી સવારથી જ રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માટે લોકો લાઈનમાં ઊભા રહી ગયા હતા. સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં હતા. હોસ્પિટલ બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. હાલની સ્થિતિએ 700 લોકોને ટોકન આપી એ મુજબ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.