અમદાવાદમાં સોનાના દાગીના બનાવવા માટે ઓર્ડર આપીને છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ દુકાન ભાડે રાખીને દાગીના બનાવડાવ્યા અને સામે આપવાનું થતું 400 ગ્રામ સોનું આપ્યા વિના જ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન છેતરપિંડી આચરનારા વ્યક્તિની ધરપકડ કરી છે. સાથે જ તેની પાસેથી 19 લાખનું સોનું જપ્ત કર્યું છે.
19 લાખના સોના સાથે ગઠિયો ઝડપાયો
પ્રાપ્ત વિગતો મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, લાલ કલરનું ટી-શર્ટ અને જીન્સ પહેરેલો એક ઈસમ ગેરકાયદેસર રીતે કેટલાક સોનાના દાગીના મેળવ્યા છે. તે દાગીના વેચવા માણેકચોકમાં જાય છે. હાલ ચાલતો ચાલતો તે આસ્ટોડીયા દરવાજાથી માણેકચોક તરફ જાય છે. ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગની ટીમે યોગેશ નામના આ વ્યક્તિને અટકાવીને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 79 સોનાની વિંટી તથા 47 જોડી સોનાની બુટ્ટી મળીને કુલ 19 લાખનું સોનું મળી આવ્યું હતું.
ભાડે દુકાન રાખી વેપારીનો વિશ્વાસ જીત્યો
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેણે બે માસ પહેલા માણેકચોકના 24-કેરેટ કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી દાગીના બનાવવાનુ કામ કાજ કરતો હતો. જ્યારે વધુ ઓર્ડર આવે ત્યારે બીજાને દાગીના બનાવવાનો ઓર્ડર આપતો હતો. દરમ્યાન 22 સપ્ટેમ્બરે તેણે ઇબ્રાહીમ મોહમદ અલી ખાનને 400 ગ્રામ સોનાના દાગીના બનાવવા ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર મુજબ ઇબ્રાહીમ મોહિંમદ અલીખાને સોનાની વીંટી નંગ-79 તથા સોનાના બુટીયા જોડી નિંગ-47 બનાવી આપ્યા હતા. જેથી આ વેપારીને તેણે બનાવી આપેલ દાગીના સામે 400 ગ્રામ સોનુ આપવાનું હતું જેની અદાજિંત કિંમત રૂ.19 લાખ થાય.
બે દિવસમાં સોનું ચૂકવી દેવાનું વચન આપ્યું હતું
આ રકમ બે દિવસમાં ચૂકવી આપવા આરોપી યોગેશ દાગીના બનાવી આપનાર વેપારી ઇબ્રાહીમ મોહમદ અલી ખાનને કહ્યું હતું. બાદ આરોપી પોતાની દુકાન બંધ કરીને જતો રહ્યો હતો. જેથી આરોપીએ ગુનો કરવાના ઉદ્દેશથી શોર્ટકટમાં રૂપિયા કમાવવા તથા દેવુ ચૂકવવા છેતરપિંડી આચરેલ હોવાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.