• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad So Far 6 Thousand Have Been Allowed To Pay Death Assistance To Koro, More Than 10 Thousand Forms Have Been Distributed In The District

કોવિડ મૃતક સહાય:અમદાવાદમાં અત્યાર સુધી 6 હજારને કોરોના મૃત્યુ સહાય ચૂકવવાની મંજૂરી, જિલ્લામાં 10 હજારથી વધુ ફોર્મ વહેંચાયાં

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મણિનગર તાલુકામાં સૌથી વધુ 1543 મૃતકોના પરિવારજનોને 50 હજારની સહાય આપાઈ

કોરોના મૃતકોની સહાય મેળવવા અરજદારો દ્વારા હજી પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ફોર્મનું વિતરણ થઇ ગયું છે. જેમાં ભરાઇને આવેલા ફોર્મની સંખ્યાનો આંકડો આઠ હજાર હોવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં કોરોના સહાય માટે 6000 મૃતકના પરિવારજનોને આર્થિક સહાયની ચૂકવણીના હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 5568 મૃતકના પરિવારજનોને સહાય ચૂકવી દેવાઇ છે.

અમદાવાદ જિલ્લાના મણિનગર તાલુકામાં સૌથી વધુ 1543 મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવાઇ છે. સત્તાવાર આંક મુજબ 3422 ફોર્મનું વિતરણ થયું હતું. આમાંથી 2590 ફોર્મ ભરાઇને આવ્યા હતાં. જેમાંથી 2584માં હુકમ કરાયો અને 2526 કેસમાં રૂપિયા 50 હજાર પ્રમાણે આર્થિક સહાયની ઓનલાઇન ચૂકવણી કરી દેવાઇ છે.

આ સિવાય ભરાઇને આવેલા 5418 ફોર્મમાંથી 3472 ફોર્મ માન્ય કરી સહાય ચૂકવણીના હુકમ કરાયા છે અને 3042 મૃતકના પરિવારજનોને સહાયની ચૂકવણી કરાઇ છે. હાલમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...