તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SOGની કાર્યવાહી:અમદાવાદમાં રૂ. 7 લાખની કિંમતના મેથેમ્ફેટેમાઇન ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની તસવીર - Divya Bhaskar
ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની તસવીર
  • રીવરફ્રન્ટ પર 69 ગ્રામ મેથેમ્ફેટેમાઇન ડ્રગ્સ સાથે ઈરફાન અને બબલુ નામના આરોપી ઝડપાયા

શહેરમાં અવારનવાર ડ્રગ્સની હેરફેર કરનારા આરોપી ઝડપાતા હોય છે. આ આરોપી ડ્રગ્સ બહારથી લાવીને શહેરના યુવાનો નશાની લત લગાડતા હોય છે. જોકે આ પ્રકારના ગુનાઓને રોકવા માટે SOG દ્વારા અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. જેમાં શહેરના સાબરમતી રીવરફ્રન્ટના પૂર્વ ભાગમાં SOG દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે 2 આરોપી આ મેથેમ્ફેટેમાઇન ડ્રગ્સ લઈને જમાલપુરથી ખાનપુર તરફના રીવરફ્રન્ટની સાઈડ બેઠા હતા.

7 લાખના ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા
SOG એ આ બાતમીના આધારે તેઓ પર નજર રાખી અને તેઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી 69 ગ્રામ મેથેમ્ફેટેમાઇન ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સની કિંમત 6,96,900 રૂપિયા થાય છે. સાથે અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી છે. જેની કિંમત 7,11,500 રૂપિયા જેટલી થાય છે. આ બે આરોપીમાં બબલુ નામનો આરોપી રાયખડ અને ઈરફાન નામનો આરોપી ખાનપુરનો રહેવાસી છે. પોલીસે NDPS એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ પાસેથી મળેલ ડ્રગ્સની તસવીર
આરોપીઓ પાસેથી મળેલ ડ્રગ્સની તસવીર

વડોદરામાંથી પણ MD ડ્રગ્સ ઝડપાયું હતું
નોંધનીય છે કે ગત મહિને જ ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે વડોદરામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે. NCBને MD ડ્રગ્સની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, મહારાષ્ટ્રથી લોકલ કેરિયર મારફતે ગુજરાત માટે મોકલાયું છે. જે માહિતી આધારે વડોદરામાં રેડ કરતાં 7 શખસની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બે મહિલાઓને પણ પકડી હતી.

આરોપીઓ પાસેથી 7.50 લાખ રોકડ મળી હતી
પકડાયેલા આ સાતેય આરોપીઓ પાસેથી 994 ગ્રામ મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA)કબ્જે કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં રોકડ રૂ. 7.50 લાખ કબ્જે કરવામાં આવ્યા હતા. MD ડ્રગ્સના મહારાષ્ટ્રથી આવેલા આ કન્સાઇનમેન્ટની વધુ લિંક જાણવા NCBએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, MD ડ્રગ્સ પકડવા માટે NCBની ટીમે સ્પેશિયલ ઓપરેશન પાર પાડી MD ડ્રગ્સના નેટવર્કની તોડી પાડ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે લાખો રૂપિયાના MD ડ્રગ્સ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવાનું હતું.

MD ડ્રગ્સ શું છે અને કેવી રીતે તે મૂડ બદલે છે
મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA) એટલે કે MD ડ્રગ્સ એક પ્રકારનું સિન્થેટિક ડ્રગ છે. જે એકાએક મૂડને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. તે સ્ટીમ્યુલન્ટ અને હેલુસિનોજેન્સ એટલે કે મૂડ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે. MDMAને ઈસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MD ડ્રગ્સ અન્ય માદકદ્રવ્યો જેવા કે કોકેઈનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક હોવાનું મનાય છે.