યુવાધનને નશાના રવાડે ચડાવવાનું કાવતરું:​​​​​​​અમદાવાદમાં રૂ. 6.7 લાખની કિંમતનું એમ.ડી ડ્રગ્સ ઝડપાયું, 1ની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • એસઓજીની ટીમે 60 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમનું ભવિષ્ય બરબાદ કરવાના કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે શહેરના સીટીએમ ચાર રસ્તા પાસેથી એસઓજીની ટીમે રૂ.6.7 લાખની કિંમતનું 60 ગ્રામ પ્રતિબંધિત એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરી છે.

AMCના પાર્કિંગની દિવાલ પાસે SOGની રેડ
શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે મંગળવારે મોડી રાત્રે AMCના પાર્કીંગની દિવાલ પાસે રેડ કરીને મહંમદ ફારૂક ઉર્ફે લાલાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 6.7 લાખ રૂપિયાની કિંમતનું 60 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કાર સહિત રૂ.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપી યુવાઓમાં ડ્રગ્સનો છૂટક વેચાણ કરવાનો હતો
એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, પટવા શેરીના જાવેદશા નામના વ્યક્તિ પાસેથી તેણે ડ્રગ્સ લીધું હતું. આ ડ્રગ્સનું યુવાધનમાં છૂટક વેચાણ કરવાનો હતો. હાલમાં આ સમગ્ર મામલે એસ.ઓ.જીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...