તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટ રિવ્યૂ બેઠક:અમદાવાદમાં ચાલુ વર્ષે બજેટમાંથી રૂ. 1074 કરોડના વિકાસના કામો પાછળ ખર્ચ થયો: સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

રાજ્યના સૌથી મોટા બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ વર્ષ બજેટ અંગે રિવ્યુ બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતું.જેમાં કોર્પોરેશનના અધિકારીઓ અને વિવિધ કમિટીના ચેરમેન હાજર રહયા હતા.જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષમાં એકપણ પ્રોજેકટ પૂર્ણ થયો નથી. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 2021-22 માટે રૂ. 1074 કરોડના વિકાસના કામોનો ખર્ચ થયો છે. જ્યારે રૂ. 2052 કરોડના કામો નક્કી કરી દેવામાં આવ્યા છે. આ કોરોનાની મહામારી વચ્ચે પણ રૂ. 2500 કરોડના કામો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થવાનો અંદાજ છે. કોરોનાના વર્ષ 2020-21માં રૂ. 2266 કરોડના કામ થયા છે. જ્યારે રૂ. 3994 કરોડનો રેવન્યુ ખર્ચ થયો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું આયુષ્યમાન ગાર્ડનના રૂ. 5 કરોડ મંજૂર થઇ ગયા છે જેનું ટેન્ડરિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. શહેરને ગ્રીનસીટી બનાવવાના પ્રોજેકટ અંતર્ગત 15 લાખ વૃક્ષો વાવવાના છે જેમાં 8.50 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. નવા આધુનિક 8 ફાયર સ્ટેશન બનાવવાના છે જેમાં ત્રણ ફાયર સ્ટેશનના કામ ચાલુ છે જ્યારે 5 બનવાના બાકી છે. નવી શારદાબેન હોસ્પિટલબનાવવા માટે ડિઝાઈન કન્સલ્ટીંગ ટેન્ડર બહાર પાડી દીધું છે. આગામી દિવસોમાં ડિઝાઇન તૈયાર થઈ જશે.

AMC ના બજેટના કામો દેખાતા નથી અને ઊડીને આંખે વળગે તેવા કોઈ પ્રોજેક્ટ નજરે ચઢતા નથી. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી AMC માં ભાજપના શાસકો દ્વારા બજેટમાં નક્કી કરાયેલા કામો પોતપોતાના વિસ્તારમાં પ્રજા સમક્ષ લઈ જવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલનો અમદાવાદ ટાગોરહોલમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ હોય માત્ર એક કલાકમાં જ 7000 કરોડના બજેટના કામની રિવ્યુ બેઠક પુરી કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...