તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમદાવાદમાં કોલેજની બહાર અવર જવર કરતી યુવતીઓને ગંદા ઈશારા કરનારા રોમિયો ઝડપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શી ટીમે બે રોમિયોને ઝડપી પાડ્યા - Divya Bhaskar
શી ટીમે બે રોમિયોને ઝડપી પાડ્યા
  • મહિલા પોલીસની શી ટીમે છુપા વેશે વોચ રાખીને બંને રોમિયોની ધરપકડ કરી

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાની ગુલબાંગો વચ્ચે ટપોરીઓ અને રોમિયોના ત્રાસથી મહિલાઓ હેરાન થઈ રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેજ આવતી જતી યુવતીઓને ગંદા ઈશારા કરનારા રોમિયોથી યુવતીઓ હેરાન થઈ રહી હતી. ત્યારે આવા રોમિયોની પોલીસને જાણ થતાં જ પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

બે શખ્શો યુવતીઓને ગંદા ઈશારા કરતા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્થિત કે.કા.શાસ્ત્રી કોલેજમાં આવતી જતી યુવતીઓને રોજ કેટલાક રોમિયો ગંદા ઈશારા કરીને પજવણી કરતાં હતાં. આ બાબતની જાણ પોલીસની શી ટીમને થઈ હતી. બાદમાં શી ટીમ કોલેજની બહાર છુપા વેશે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન બે યુવકો ત્યાં આવતી જતી યુવતીઓને ગંદા ઈશારા કરતાં હતાં.

શી ટીમે બે શખ્સોને ઝડપી લીધા
મહિલા પોલીસે ઈશારા કરનારા ભાર્ગવ ગોસ્વામી અને રિશી જૈનની ધરપકડ કરી લીધી હતી. શી ટીમે ધરપકડ કર્યા બાદ બંને શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો