તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કાર્યવાહી:અમદાવાદમાં ધોરણ 10ના 15 વિદ્યાર્થીને સાથે બેસાડી ભણાવતો ટ્યૂશન શિક્ષક ઝડપાયો; ગાઇડલાઇનનું ભંગ કરતા ક્લાસ સીલ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
ટ્યુશન ક્લાસિસમાં 15 જેટલા વિદ્યાર્થીઓ હતાં.
  • 15માંથી એક પણ વિદ્યાર્થીએ માસ્ક પહેર્યું નહોતું
  • ચાંદલોડિયાના રણછોડનગરમાં ટ્યૂશન ક્લાસ ચલાવતો હતો

અમદાવાદમાં કોરોનાની મહામારીમાં મીની લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. રાત્રિ કર્ફ્યૂ પણ અમલમાં છે. ત્યારે શહેરમાં ચાંદલોડિયા વોર્ડમાં 15 જેટલા વિદ્યાર્થીઓને બેસાડીને ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવતો હતો. જેની ફરિયાદ મળતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ સોલિડ વેસ્ટ વિભાગની ટીમે તપાસ કરી હતી અને ટ્યુશન ક્લાસીસને જાહેરનામાનો ભંગ કરવા બદલ સીલ મારી દેવામાં આવ્યું હતું.

ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સીલ મારી દીધું
ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સીલ મારી દીધું

એક પણ વિદ્યાર્થીએ માસ્ક પણ પહેર્યું નહોતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદલોડિયાના રણછોડનગરમાં તેજસભાઈ કડિયા નામના ટ્યુશન સંચાલક દ્વારા ખાનગીમાં 15 વિદ્યાર્થીઓને બેસાડીને ક્લાસીસ ચાલુ રાખવામાં આવ્યાં હતાં. જેની જાણ થતાં જ અમદાવાદ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સ્થળ પર જઈને તપાસ આદરી હતી. જેમાં એક બંધ દુકાનની અંદર 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતાં. જેમાં એક પણ વિદ્યાર્થીએ માસ્ક પણ પહેર્યું નહોતું. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ટ્યુશન ક્લાસીસના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને ટ્યુશન ક્લાસિસને સીલ કરી દીધાં હતાં.

કોર્પોરેશનની ટીમે 50 ટકાથી વધુ સ્ટાફ બોલાવતા એકમોને પણ સીલ કર્યાં હતાં
કોર્પોરેશનની ટીમે 50 ટકાથી વધુ સ્ટાફ બોલાવતા એકમોને પણ સીલ કર્યાં હતાં

અત્યાર સુધીમાં 36 એકમો સીલ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 3016 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું, જેમાં પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં સહિત 36 જેટલા એકમોમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.

શટર અડધું બંધ કરી ક્લાસ ચાલુ રખાતા હતા
​​​​​​​જો આ રીતે કોઇપણ જગ્યાએ કોવિડના નિયમોનો ભંગ કરી કામ કરવામાં આવશે તો તેની સામે મ્યુનિ. તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવશે. જરૂર પડશે તો ફોજદારી રાહે પણ પગલા લેવામાં આવશે. - હર્ષદરાય સોલંકી, ડાયરેક્ટર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ

અન્ય સમાચારો પણ છે...