સૂચના:અમદાવાદમાં દબાણો-ગંદકીની સમસ્યા દૂર નહીં કરનારી ‘જેટ’નો હિસાબ મગાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ્યુનિ. કમિશનરની સૂચના પછી જેટની ટીમો આજથી ફરતી દેખાશે

શહેરના વિવિધ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો, સફાઈના પ્રશ્નો સહિત અન્ય અનેક પ્રાથમિક સમસ્યા ઉકેલવા રચાયેલી જેટ ટીમની કામગીરીની મ્યુનિ. કમિશનરે સમીક્ષા કરી તેની કામગીરીનો હિસાબ માગ્યો છે અને અસરકારક પગલાં લેવા સૂચના આપી છે.

મ્યુનિ.ના તમામ વોર્ડમાં મ્યુનિ. દ્વારા ઈ-રિક્ષા સાથે જેટ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં એસ્ટેટના કર્મચારી, સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારી તથા એક પોલીસ જવાન સાથે તમામ શહેરમાં તેમને સોંપાયેલા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરીને તપાસ કરી કાયદાનું પાલન કરાવવા તથા નિયમન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે આ જેટ ટીમ કોરોના બાદ લગભગ મૃત અવસ્થામાં હોવાનું જોવા મળ્યું હતું.

જેટ ટીમને દંડકીય કાર્યવાહી કરવાની પણ સત્તા આપવામાં આવી હતી. ગેરકાયદે પાર્કીંગ જેવા પ્રશ્નોમાં પણ આ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી. દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી મૃત અવસ્થામાં રહેલા આ ટીમની કામગીરીની મ્યુનિ. કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. પરિણામે બુધવારથી જેટ ટીમ ફરી એકશનમાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. તેમજ શહેરમાં રહેલા ગેરકાયદે દબાણોને પણ નિયંત્રિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...