તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારને લઇને બે પ્રકારનો ટ્રેન્ડ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. એવું કહીએ તોપણ ચાલે કે આ વખતની દિવાળી સમાજના બે વર્ગમાં વહેંચાઈ ગઈ છે, જેમાં અપર મિડલ ક્લાસ કે જે પહેલા બજારમાં ખરીદી કરવા માટે આવતો હતો તે હવે આ મહામારીથી બચવા માટે ઓનલાઇન ખરીદી તરફ વળ્યો છે, જ્યારે બીજો ગરીબ વર્ગ છે, જે બજારોમાં ખરીદી કરવા આવી રહ્યો છે, પરંતુ આ વખતે આર્થિક સ્થિતિ એ હદે કથળી છે કે તે બજારમાં આવીને ભીડ તો કરે છે, પરંતુ પોતાના બજેટમાં કંઇ ખરીદી શકતો નથી, જેને કારણે નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓને માંડ સાંજ પડ્યે બે ટાઇમ જમી શકાય તેટલો વેપાર થઇ રહ્યો છે. DivyaBhaskarએ શહેરના પૂર્વ વિસ્તારમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જેમાં નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળા કહે છે કે આ વખતે અમારો પરિવાર બે ટાઈમ જમે તો બહુ દિવાળી તો ક્યાંથી કરવાની?
પશ્ચિમ વિસ્તારમાં ઓનલાઇન ખરીદી, મોલમાં પણ ઓછી ઘરાકી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો કોરોનાના ભયને કારણે ઓનલાઇન ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેઓ કપડાંથી લઇને કોડિયાં સુધીની તમામ વસ્તુઓ ઓનલાઇન મગાવી રહ્યાં છે. આ વખતે મોલમાં પણ ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછી ઘરાકી જોવા મળી રહી છે. એની સામે કોટ વિસ્તારમાં લાલ દરવાજા, માણેક ચોક તેમજ બાપુનગરના ભીડભજન બજારમાં હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ તેમાંથી માત્ર 10થી 15 ટકા વર્ગ જ એવો છે કે જે ખરીદી કરી રહ્યો છે, જેને કારણે દિવાળીની વસ્તુઓ વેચતા નાના વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે. બાપુનગરના ભીડભજન અને મણિનગર રેલવે સ્ટેશન પાસે લોકોની ભારે ભીડ હતી. DivyaBhaskarએ બજારમાં લારી અને પાથરણાં લઇને વસ્તુ વેચતા લોકોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે સવારે 12 વાગ્યે લારી અને પાથરણાં લગાવનારને બપોરે 2 વાગ્યે બોણી થઈ હતી.
અમારાં બાળકો બે ટંક જમી શકે તો બહુ
લારી લગાવીને મુખવાસ વેચતાં નિકિતા પટણીએ જણાવ્યું હતું કે આ વખતે કોરોનાના કારણે લોકોની આવકને અસર થઇ છે, જેથી અહીં આવતા લોકો માત્ર વસ્તુ જોઇને જતા રહે છે. આ વખતે અમે ખાલી અમારો ખર્ચ કાઢી શકીએ તો બહુ. દિવાળી કરવાની અમારા પરિવાર માટે શક્ય નથી. બીજી તરફ લારીમાં કટલરી વેચતી વ્યક્તિએ જણાવ્યું હતું કે મેં મૂડી લગાવીને અહીં લારી મૂકી છે, પણ કોઇ ઘરાકી નથી, માત્ર ભીડ જ છે. અમારા માટે તો બે ટંક જમવાનું મળી જાય તો બહુ છે. અમારાં બાળકો જમે એટલે બહુ. દિવાળી મનાવી શકાય તેવી હાલમાં કોઇ શક્યતા નથી.
ખાલી ઘર જ ચાલી શકે, દિવાળી નહીં મનાવી શકાય
કટલરી અને મોજાનો વેપાર કરતાં વિજયભાઈએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે દિવાળીની ખરીદીમાં મંદી જ છે. જેટલી જાવક છે તેની સરખામણીએ આવક નથી, મોટા ભાગે જાવક છે. અત્યારે એટલો જ વેપાર થઇ રહ્યો છે કે ખાલી ઘર ચાલી શકે. ધંધો મંદો છે એટલે આ વખતે પરિવાર દિવાળી મનાવી શકશે એવું લાગતું નથી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.