પોલીસ એક્શનમાં:​​​​​​​અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા નોનવેજ પર તવાઈ પોલીસ પણ સાથે સાથે એક્શનમાં, પોલીસે 130 કિલો ગૌમાંસ સાથે 3ને ઝડપાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વેજલપુર વિસ્તારમાં કારમાં લવાયેલું 130 કિલો ગૌમાંસ પોલીસે ઝડપી લિધુ છે

શહેરમાં હાલ લારી ગલ્લા પર તવાઈ ચલાવાઈ રહી છે.તેની સાથે AMC દ્વારા આજથી લારી ગલા હતાવવ માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેની સાથે શહેર પોલીસ પણ એક્શનમાં આવી છે. જેમાં આજે વેજલપુર વિસ્તારમાં કારમાં લવાયેલું 130 કિલો ગૌમાંસ પોલીસે ઝડપી લિધુ છે.આ કેસમાં પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

ઝડપાયેલા આરોપીઓ
ઝડપાયેલા આરોપીઓ

પોલીસે 3.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.પલ્લાચારીયા તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.ડી.ભટ્ટ બનાવેલ એક્શન પ્લાન મુજબ, વિસ્તારમાં ખાનગી બાતમીદારો થી મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન જુમા મજીદની સામે આવેલ એક મટનની દુકાનમાં માથી તથા એક સેવરોલેટ કારમા ગૌમાંસના 130 કિલોના જથ્થા સાથે કુલ 3.07 લાખની મત્તાના મુદ્દામાલ સાથે મોહસીન અયુબભાઈ શેખ, સહેબાઝ મજીદખાન પઠાણ તેમજ મોહમંદસાદીક ગુલામરસુલ કુરેશી એમ ત્રણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...