અત્યાચાર:અમદાવાદમાં પરિણીતા ભાઈના લગ્નમાં પિયરે જતા પતિએ માર માર્યો, સાસુને ફરિયાદ કરતા તે પણ મારવા લાગ્યા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેજલપુરની મહિલાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી

શહેરમાં લગ્ન બાદ સતત સાસરિયાઓનો ત્રાસ સહન કરતી મહિલા ભાઈના લગ્નમાં પોતાના પિયર ગઈ હતી, જે પતિને ના ગમતા તેણે પત્નીના ઘરે આવતાની સાથે જ તેને માર માર્યો હતો. પતિની આ કરતૂતમાં સાસુએ પણ સાથ આપ્યો અને મા-દીકરાએ ભેગા મળીને વહુને માર માર્યો હતો. જે બાદ મહિલાએ સમગ્ર મામલે પતિ અને સાસુ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે જે મુજબ, તેનો પતિ દારૂ પીને ઘરે આવતો હતો, જે અંગે મહિલાએ પતિને ના પાડતા તે તેને માર મારતો હતો. મહિલાએ પતિની ફરિયાદ કરતા સાસુએ પણ દીકરાને સોથ આપ્યો અને 'સહન તો કરવું પડશે' કહી દીધું. આમ પતિ તથા સાસુ બંને મળીને મહિલાને સતત ત્રાસ આપતા હતા. મહિલા તેના ભાઈના લગ્નમાં પિયરમાં ગઈ હતી જે પતિને ગમ્યું નહોતું.

જયારે મહિલા પિયરમાંથી પાછી આવી ત્યારે તેના પતિએ મહિલાને કહ્યું, તને તારા પિતાના ઘરે જવાની ના પાડી હતી તો કેમ ગઈ? કહીને પતિ પત્નીને મારવા લાગ્યો હતો. મહિલાના સાસુ પણ દીકરાનો સાથ આપીને મહિલાને મારવા લાગ્યા હતા. આ બધાથી બચીને તે પિતાના ઘરે જતી રહી હતી અને હિંમત કરીને પતિ અને સાસુ વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...