તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કમિશનરનું જાહેરનામું:ગણપતિ વિસર્જનયાત્રામાં માત્ર 15 લોકો જોડાઈ શકશે, દરેકનાં નામ અને સરનામાં પણ પોલીસને આપવાં પડશે

અમદાવાદ19 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
 • ગણેશજીની મૂર્તિના વિસર્જન અને સરઘસ માટે પણ પોલીસ સ્ટેશનમાં અરજી કરવી પડશે.
 • આયોજકોએ સરઘસમાં જોડાનાર લોકોના નામ સરનામા પોલીસને આપવાના રહેશે
 • સાર્વજનિક ગણેશ મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી આયોજકોની રહેશે
 • પંડાલમાંં 4 ફૂટની માટીની મૂર્તિ તેમ જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી, વિસર્જન મ્યુનિ.એ બનાવેલા કુંડમાં જ કરવું પડશે

સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે 4 ફૂટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. પરંતુ કોઇ પણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મંજુરી આપી નથી. જ્યારે ગણપતિની મૂર્તિનું વિસર્જન મ્યુનિ.કોર્પો.એ બનાવેલા કૃત્રિમ કુંડમાં જ કરી શકાશે. આ કુંડ સુધી જવા માટે સરઘસમાં માત્ર 15 જ વ્યકિતને મંજુરી આપવામાં આવશે. જે તમામ 15 લોકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની માહિતી પોલીસને અગાઉથી આપવી પડશે.

10 સપ્ટેમમ્બર થી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાર્વજનિક ગણેશ મહોત્વસના આયોજકોએ પંડાલ તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજુરી લેવી પડશે. ગણપતિની વિસર્જન મ્યુનિ.કોર્પો. એ બનાવેલા કૃત્રિમ કુંડ માં જ કરી શકાશે. તેની મંજૂરી સ્થાનિક પોલીસ પાસેથી મેળવાની રહેશે.

ગણેશ પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કૂંડાળા કરવા પડશે ( પ્રતિકાત્મક તસવીર)
ગણેશ પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કૂંડાળા કરવા પડશે ( પ્રતિકાત્મક તસવીર)

સાર્વજનિક ગણેશ મહોત્સવ અંગેની ગાઈડ લાઈન

 • સ્થાનિક પોલીસ સ્ટેશનેથી મંડપ અને લાઉડ સ્પીકર માટે મંજુરી મળશે.
 • 4 ફૂટ સુધીની માટીની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે.
 • પંડાલ શકય હોય તેટલા નાના જ રાખવા.
 • દર્શનાર્થીઓ માટે ગોળ કુંડાળા કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
 • પૂજા, આરતી, પ્રસાદ વિતરણ કરી શકાશે.
 • કોઇ પણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં.
 • વિસર્જન માટે માત્ર 1 જ વાહનમાં 15 વ્યકિત જઈ શકશે.
 • કોરોનાની ગાઈડ લાઈનનું કડક પાલન કરાવવું પડશે.

સરઘસ માટે પણ પોલીસ પરમિશન લેવાની રહેશે
સરકારના જાહેરનામા મુજબ સાર્વજનિક ગણેશોત્સવ માટે 4 ફૂટ અને ઘરમાં બે ફૂટની મૂર્તિની જ સ્થાપના કરી શકાશે. તમામે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ગણેશ પંડાલમા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કુંડાળા કરવાના રહેશે. પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ જ કરી શકાશે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી નહિ શકાય અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન માટે નીકળવામાં આવતા સરઘસ માટે પણ પોલીસ પરમિશન લેવાની રહેશે.

વિસર્જન અને સરઘસમાં માત્ર 15 લોકો જોડાઈ શકશે ( પ્રતિકાત્મક તસવીર)
વિસર્જન અને સરઘસમાં માત્ર 15 લોકો જોડાઈ શકશે ( પ્રતિકાત્મક તસવીર)

ઘરમાં 2 ફૂટ સુધીના જ ગણપતિનું સ્થાપન કરી શકાશે
રાજ્ય સરકારે સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે માટીની મૂર્તની સાઈઝ 4 ફુટની રાખી છે. જ્યારે ઘરમાં 2 ફુટ સુધીના જ ગણપતિનું સ્થાપન કરવા માટે મંજુરી આપી છે. જ્યારે ઘરમાં જે પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે તે મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવામાં આવે તેવી ે અપીલ કરવામાં આવી છે.

મૂર્તિનું કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવાનું રહેશે
સરઘસમાં વધુમાં વધુ 15 લોકો જ જોડાઈ શકશે. સરઘસમાં પરમિશનમાં આયોજક અને તેમાં જોડાનાર લોકોના નામ સરનામાં આપવાના રહેશે. રૂટ અને મૂર્તિ વિસર્જન સ્થળની પણ વિગત આપવાની રહેશે. ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવાનું રહેશે. ઘરમાં સ્થાપના કરેલી મૂર્તિઓનું ઘરે જ વિસર્જન કરવાનું રહેશે.

વિસર્જનમાં જોડાનારાઓએ વિગતો પોલીસને આપવી પડશે
ગણપતિ વિસર્જન કરવા માટે માત્ર 15 વ્યકિત જ જઈ શકશે. આ 15 માણસો 1 જ વાહનમાં જઈ શકશે. આટલું જ નહીં તે 15 માણસોના નામ - સરનામા - મોબાઈલ નંબર સહિતની તમામ માહિતી આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજીયાત આપવી પડશે.

અન્ય સમાચારો પણ છે...