રાકેશ મહેતા હત્યા કેસ:અમદાવાદમાં જે મોન્ટુ નામદારથી લોકો ડરતા હતા, તેને તેના જ વિસ્તારમાં હાથકડી પહેરાવી પોલીસે પાઠ ભણાવ્યો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાકેશ મહેતા હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, લોકોને પણ ડરેલા મોન્ટુને જોવાની મજા પડી ગઇ
  • હત્યા કર્યા બાદ મોન્ટુ ગોઠવણથી ક્રાઇમબ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો

ખાડીયામાં જુગારધામ અને દારુનો અડ્ડો ચલાવતા કુખ્યાત મોન્ટુ નામદારે રાકેશ મહેતા ઉર્ફે બોબીની જાહેરમા હત્યા કરી પોતે જ ખાડીયાનો ડોન હોવાનો રોફ જમાવ્યો હતો. હત્યા બાદ સ્થાનિક પોલીસે કડકાઇ શરૂ કરી દેતાં મોન્ટુ ગોટવણ કરીને ક્રાઇમબ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો હતો. આ પ્રકરણની તપાસ પણ કમિશરના આદેશથી ક્રાઇમબ્રાંચ કરી રહી છે. ત્યારે જ ખાડીયા- રાયપુરમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે મોન્ટુથી સ્થાનિક લોકો ડરતા હતા. તેને જ પોલીસે હાથકડી પહેરાવી કેવી રીતે આખી ઘટના બની તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ડરેલા મોન્ટુને જોઇને લોકોને પણ મજા પડી ગઇ હતી.

જાહેરમાં હત્યા કરી મોન્ટુ ભાગી ગયો હતો
મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ સુરેશચન્દ્ર ગાંધીએ બે દિવસ પહેલા જ પોતાની ટુકડી સાથે રાકેશ મહેતા ઉર્ફે બોબીને પોતાની ઓફીસ આગાળ જ પકડ્યો હતો અને બેઝબોલ, બેટ તથા દંડા વડે માર મારી જાહેરમાં જ મોતને ઘાટ ઉતાર્યો હતો. જાહેરમાં હત્યા કરી મોન્ટુ ભાગી ગયો હતો.

ગોઠવણ કરી મોન્ટુ ક્રાઇબ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો
સ્થાનિક પોલીસે તેને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. ઝોન-૩ ડીસીપી સુશીલ અગ્રવાલે પણ થોડી કડકાઇ કરી હતી. ત્યારે જ મોન્ટુ ગોઠવણ કરી ક્રાઇબ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો હતો અને તપાસ પણ સ્થાનિક પોલીસને બદલે ક્રાઇમબ્રાંચ પાસે રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી.

મોન્ટુથી ખાડીયા-રાયપુરના લોકો ડરતા
હવે મોન્ટુ ઝડપાઇ જતાં પોલીસે તપાસના ભાગરૂપે સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શ કરાવ્યું હતું. જે મોન્ટુથી ખાડીયા-રાયપુરના લોકો ડરતા હતા.તેને જ પોલીસે હાથકડી પહેરાવી સ્થાનિક વિસ્તારમાં ફેરવ્યો હતો. લોકોને પણ ડરેલા મોન્ટુને જોવાની મજા પડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...