તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, People Stood In Line To Get Vaccinated But Due To Systemic Disruption, Vaccination Ban Boards Were Set Up On The Third Day.

વેક્સિન મળશે?:અમદાવાદમાં 50 હજાર લોકો લાઈનમાં ઉભા રહીને રસી લેવા તૈયાર, તંત્રની અવ્યવસ્થાના કારણે ત્રીજા દિવસે રસીકરણ બંધના બોર્ડ લાગ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
લાઈનમાં ઉભા રહીને પણ લોકો વેક્સિન લેવા તૈયાર છે
  • 84 દિવસ પૂર્ણ કરેલા નાગરિકો વેક્સિન ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યાં છે.
  • શહેરમાં રવિવારે માત્ર 20 હજાર લોકોને જ વેક્સિન અપાઈ.

અમદાવાદમાં વેક્સિનેશન મહાઅભિયાનના ત્રીજા જ દિવસે વેક્સિન ખૂટવાની બુમો શરૂ થઈ ગઈ હતી. રોજના એક લાખના ટાર્ગેટની જગ્યાએ હવે 20થી 35 હજાર લોકોને જ રસી આપવામાં આવી રહી છે. આજે અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે રસી નહીં હોવાના કારણે લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે. ઓન સ્પોટ રજિસ્ટ્રેશનની શરૂઆત કરતા દરરોજ અનેક લોકો રસી લેવા આવે છે.પરંતુ સરકાર રસી આપવામાં નિષ્ફળ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે આજે લોકોને વેક્સિન નથી મળતી.

આજે પણ વેક્સિન માટે કેન્દ્રો પર લોકોની લાઈનો લાગી
આજે અમદાવાદ શહેરના અનેક અર્બન હેલ્થ સેન્ટર અને રસીકરણ કેન્દ્ર પર લોકોની લાઈન લાગી હતી. જ્યાં 25થી 30 લોકોને ટોકન આપી બાકીના લોકોને વેક્સિન નથી એમ કહી દેવામાં આવ્યું હતું. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની શરૂઆત સરકારે કરી છે પરંતુ તેનો મોટો ફિયાસ્કો થયો છે. કોવિશિલ્ડ વેક્સિન નહીં હોવાના કારણે વેક્સિનેશન કેન્દ્ર પર આજે પણ રસીકરણ બંધ હોવાના બોર્ડ લાગ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર પર સવારથી લોકો રસી લેવા માટે આવ્યા હતા. પરંતુ તમામને પાછા જવાનો વારો આવ્યો હતો. અર્બન હેલ્થ સેન્ટર પર પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. રસીકરણ બંધ હોવાના બોર્ડ મારવા પડ્યા હતા. સાબરમતી શાળા નંબર 7માં પણ રસીકરણની કામગીરી બંધ હોવાનું જાણવા મળ્યું હતું.

હવે ક્યારે વેક્સિન મળશે તેની અમદાવાદીઓ રાહ જોઈ રહ્યાં છે.
હવે ક્યારે વેક્સિન મળશે તેની અમદાવાદીઓ રાહ જોઈ રહ્યાં છે.

અમદાવાદમાં લોકો વેક્સિન લેવા રાહ જુએ છે
અમદાવાદ શહેરમાં માત્ર કોવેક્સિન અત્યારે ઉપલબ્ધ હોય છે. જે જગ્યાએ વેક્સિન આપવામા આવી રહી છે. એવા સેન્ટરમાં માત્ર 30 જેટલા લોકોને જ રસી અપાય છે. ખાસ કરીને 84 દિવસ બધાને થઈ જતા હોવાથી બીજા ડોઝ લેવા લોકો આવ્યા હતા. પરંતુ તેઓને પણ વેક્સિન નથી તેવો જવાબ મળ્યો હતો. વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર પર ત્રણ દિવસથી નોટિસ લગાવવામાં આવી છે. સોમવારે વેક્સિન નહીં મળવા અંગેની અને માત્ર કોવેક્સિન મળવા અંગે નોટિસ લગાવવામાં આવી છે. સતત ચોથા દિવસે 84 દિવસ પૂર્ણ કરેલા નાગરિકોને વેક્સિન માટે મુશ્કેલી ઉભી થતા હવે ક્યારે વેક્સિન મળશે તેની અમદાવાદીઓ રાહ જોઈ રહ્યાં છે.

સરકાર વેક્સિન લેવા જાહેરાતો કરે છે પણ વેક્સિન જ નથી
રાજય સરકારે અને કોર્પોરેશન દ્વારા જોરશોરથી વેક્સિન લેવા માટે લોકોને કહે છે. ઠેર ઠેર ભાજપના વેક્સિનેશન મહાઅભિયાનના બોર્ડ લાગ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા વેક્સિન લેવા માટે ટ્વીટ કરી જાણ કરવામાં આવે છે પરંતુ વેક્સિન જ નથી મળતી જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદના કોર્પોરેટર હોય કે નેતાઓ ઓક્સિજન કે બેડની સહાયતા નથી કરી શક્યા અને હવે વેકસીન પણ ન અપાવી શકતા સરકારની કામગીરી સામે સતત સવાલો પ્રજા કરી રહી છે. એક દિવસમાં એક લાખ વેક્સિન આપવાની યોજના માત્ર કાગળ ઉપર રહી ગઈ છે.

સરકાર વેક્સિન લેવા જાહેરાતો કરે છે પણ વેક્સિન જ નથી
સરકાર વેક્સિન લેવા જાહેરાતો કરે છે પણ વેક્સિન જ નથી

શહેરમાં છેલ્લા સાત દિવસમાં થયેલું વેક્સિનેશન

તારીખવેકસીન લેનાર
22 જુન39541
23 જૂન41887
24 જુન41390
25 જૂન33355
26 જૂન27509
27 જૂન20158
અન્ય સમાચારો પણ છે...