તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:અમદાવાદમાં 45 વર્ષથી વધુની વયના લોકોને શહેરમાં 11 કોમ્યુનિટી હોલમાં સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી વેક્સિન અપાશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં 45થી વધુ વયના લોકોને રસી આપવાની શરુઆત કરાઈ - Divya Bhaskar
અમદાવાદમાં 45થી વધુ વયના લોકોને રસી આપવાની શરુઆત કરાઈ
  • શહેરના 48 વોર્ડના તમામ કોર્પોરેટરોને તેમના વિસ્તારમાં દૈનિક એક હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ અપાયો

રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે અને કોરોનાના વધતા કેસોની સામે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને હવે રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં ખાનગી- સરકારી સ્કૂલો, હોસ્પિટલો, કોમ્યુનિટી હોલ મળી 250થી વધુ કેન્દ્રો પર મોટાપાયે રસી આપવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાઇ છે. શહેરના 48 વોર્ડના તમામ કોર્પોરેટરો તેમના વિસ્તારમાં આવેલા વેક્સિનેશન કેન્દ્ર જેવા કોમ્યુનિટી હોલ, અર્બન હેલ્થ સેન્ટર વગેરે જગ્યાએ દૈનિક એક હજારથી વધુ લોકોને રસી આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

એક વિસ્તારમાં રોજ એક હજારને રસી આપવાનો ટાર્ગેટ
એક વિસ્તારમાં રોજના એક હજાર લોકોને રસી આપવામાં આવે તેવા ટાર્ગેટ સાથે આજથી રસીકરણ શરૂ કરાયું છે. જો કે દરરોજ સવારે લોકોને ટોકન આપવામાં આવે છે. માત્ર 100 જ લોકોને ટોકન આપવાની કામગીરી થાય છે સવારે 8થી 9 સુધીમાં દરેક સેન્ટર પર રોજ ટોકન આપવામાં આવે છે. રાણીપ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં આજથી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. શહેરના અલગ અલગ જગ્યાએ કોરોના રસી આપવામાં આવી રહી છે. જો કે આજથી 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ઉપરાંત 60 વર્ષથી વધુ વયના લોકો પણ રસી લઈ રહ્યા છે.

આ સેન્ટરો પર રસી આપવામાં આવશે
આ સેન્ટરો પર રસી આપવામાં આવશે

શહેરમાં રોજના 15 હજારથી વધુ લોકોને રસી અપાય છે
અમદાવાદ શહેરમાં રોજના 15 હજારથી વધુ લોકોને રસી મુકવામાં આવી રહી છે. ફ્રન્ટ લાઈન વર્કસ, હેલ્થ વર્કસ, 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- મોર્બિડ લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમાં કુલ 25 હજારથી વધુ લોકો વેક્સિન લઈ રહ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 11 કોમ્યુનીટી હોલમાં સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી કરવામાં આવશે.

60 જેટલા જ વ્યક્તિઓને ટોકન અપાય છે
સ્કૂલ વેક્સિનેશન કેન્દ્ર પર 60 જેટલા જ વ્યક્તિઓને ટોકન આપવામાં આવે છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- ઓરબીડ લોકો ક્વે તેમ્મુ રજિસ્ટ્રેશન કરી અને ટોકન આપવામા આવે છે. બાદમાં નંબર આવે તે મુજબ તેઓને વેક્સિન આપવામાં આવે છે. વેક્સિન આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ ઝોનમાં આવેલી 13 સરકારી હોસ્પિટલમાં પણ વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 અને રાતે 9 વાગ્યા સુધી વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો