• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, Parents Went Out To Talk About Marriage And Sagira Ran Away With Her Workman, 8 Lakh Jewelery Of The House Also Disappeared.

અપહરણ:અમદાવાદમાં માતા-પિતા લગ્નની વાત કરવા બહાર ગયા ને સગીરા કામવાળી સાથે ભાગી ગઈ, ઘરના 8 લાખના દાગીના પણ ગાયબ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અપહરણ-ચોરીનો ગુનો નોંધી બંને સગીરાની શોધખોળ હાથ ધરવા એક ટીમ રાજસ્થાન મોકલી

શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જે આંખ ઉઘાડતો કિસ્સો છે. પૂર્વ વિસ્તારમાં રહેતો એક પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. આ પરિવારમાં એક 17 વર્ષની સગીરા પણ રહે છે. તેના લગ્નની વાત ચાલતી હોવાથી તેના માતા પિતા તે કામથી ગયા હતા. તેવામાં જ તેઓને ઘરેથી ફોન આવ્યો કે તેમની પુત્રી ઘરમાં જણાતી નથી. તપાસ કરી તો કામવાળી સગીરા પણ ગાયબ હતી અને એક થેલો લઈને તે બંનેને કોઈએ જતા જોઈ હતી. ઘરમાં તપાસ કરી તો આઠેક લાખની સોનાના દાગીના સહિતની મતા પણ ગાયબ હતી. જેથી પોલીસનો સંપર્ક કરાતા પોલીસે તપાસ કરી અપહરણ ચોરીનો ગુનો નોંધી બને સગીરાની શોધખોળ હાથ ધરવા એક ટીમ રાજસ્થાન મોકલી છે.

માતા-પિતા લગ્નની વાત કરવા જુહાપુરા ગયા હતા
પૂર્વ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે અને પંચરની દુકાન ધરાવી કામધંધો કરે છે. તેઓ તેમના ભાઈ સહિતના લોકો સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમને 17 વર્ષ અને 9 માસની સગીર દીકરી પણ છે. બન્યું એવું કે ગત 31મીએ સાંજે આ સગીરાના લગ્નની વાત ચાલતી હોવાથી સગીરાના માતા પિતા તે કામથી જુહાપુરા બાજુ ગયા હતા. ત્યાં તેઓ પહોંચ્યા ને ઘરેથી ફોન આવ્યો કે, તેમની દીકરી ઘરે નથી. અને ઘરમાં સામાન વેર વિખેર પડ્યો છે. તાત્કાલિક આ સગીરાના માતા પિતા ઘરે આવ્યા અને ઘરમાં જોયું તો બધું વેર વિખેર હતું. સાથે ઘરમાં લોહીના ડાઘા પણ હતા.

સગીરા પહેલા એક યુવકના પ્રેમમાં હતી
બાદમાં આસપાસમાં તપાસ કરી તો સગીરાને એક થેલો લઈને કામવાળી સગીરા સાથે જતા જોઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી તો સામે આવ્યું કે 17 વર્ષની સગીરા અને તેની સાથે કામવાળી સગીરા ભાગી ગયા છે. ઘરમાં જે લોહીના ડાઘ મલ્યા તે બાબતે જાણવા મળ્યું કે કામવાળી સગીરાએ જાતે કોઈ ઇજા પહોંચાડી હોઈ શકે તેવું શંકા દાખવી. બીજીતરફ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પરિવારની સગીર દીકરી ના લગ્ન નક્કી થયા હતા પણ તે અગાઉ એક યુવકના પ્રેમમાં હતી. અને તે બાબતે ઘરમાં ઝગડા પણ થયા હતા અને તેને માર પણ મારવામાં આવ્યો હતો.

ટુંક સમયમાં બંને સગીરાની ભાળ મળી જશે: પીઆઇ
હાલ પોલીસે દાગીના સહિતની મતા ચોરી કરી ફરાર થનાર બને સગીરા રાજસ્થાન અજમેર હોવાની શક્યતાઓ દાખવી ટીમ તે તરફ રવાના કરી છે. વટવા પીઆઇ એચ વી સિસારા એ ટુંક સમયમાં બંને સગીરાની ભાળ મળી જશે તેવો દાવો કર્યો છે. ત્યારે બને સગીરા મળી આવ્યા બાદ હકીકત કારણ સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...