વેક્સિન સર્ટિફિકેટ સાથે રાખજો:અમદાવાદમાં મોલ, થિયેટર કે હોટેલ બાદ હવે મોટી સોસાયટીઓ પણ વેક્સિન ન લેનારા લોકોને નો એન્ટ્રી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોવિડ કોર્ડીનેટરો વેક્સિનનો બીજો ડોઝ ન લેનારા લોકોની માહિતી AMCને આપશે
  • શહેરમાં અગાઉ શોપિંગ મોલ, સિનેમા ગૃહ, ક્લબ, જિમ, પાર્ટી પ્લોટ, હોટેલ, ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળોએ વેક્સિન ફરજિયાત કરાઈ
  • અમદાવાદ શહેરના નાગરિકોને વેક્સિનના કુલ 75,03,111 ડોઝ આપવામાં આવેલા છે

હાલમાં ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોવિડ-19ની મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સિનેશનની કામગીરી ચાલી રહેલી છે. તેમજ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના નાગરિકોને વેક્સિનના કુલ 75,03,111 ડોઝ આપવામાં આવેલા છે, જેમાં પ્રથમ ડોઝ 47,06,929 અને બીજો ડોઝ 27,96,182 આપવામાં આવેલ છે. જોકે તેમ છતાં ઘણા લોકો વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લેવા નથી આવ્યા, આ લોકોને હવે વેક્સિન વીના જાહેર તથા ખાનગી પ્રિમાઈસમાં એન્ટ્રી નહીં મળે. તથા કોવિડ કોર્ડિનેટર જ વેક્સિનનો બીજો ડોઝ ન લેનારાની માહિતી AMCને આપશે.

વેક્સિન માટે સ્કૂલો, હેલ્થ સેન્ટરમાં અભિયાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને કોવિડ-19 વેક્સિન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ મળી રહે તે માટે અગાઉ વેક્સિન મહાઅભિયાન પણ કરવામાં આવેલું છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સોસાયટીઓમાં એન્ટ્રી માટે પણ વેક્સિન જરૂરી
વેક્સિનેશન ઝુંબેશને વધુ વેગ મળી રહે તથા શહેરના તમામ નાગરીકોને વેક્સિનના બંને ડોઝ મળી રહે તેને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પ્રાઇવેટ પ્રિમાઇસિસ જેવા કે શોપિંગ મોલ, સિનેમા ગૃહ, ક્લબ, જિમ, કોમર્શિયલ કોપ્લેક્સ, પાર્ટી પ્લોટ, હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, મોટી સોસાયટી વિગેરે ખાતે મુલાકાત લેતા નાગરીકોને પ્રવેશ આપતા પહેલા પ્રવેશ દ્વાર પર ચેકીંગનો આગ્રહ રાખે અને કોવિડ-19 વેક્સિનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલો ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં બીજો ડોઝ ન લીધેલો હોય તેવા વ્યકિતઓને પ્રવેશથી વંચિત રાખવાના રહેશે.

વેક્સિન સર્ટિફિકેટ નહીં બતાવો તો નો એન્ટ્રી
આ પ્રાઇવેટ પ્રીમાઈસીસમાં પ્રવેશ માટે આવતા મુલાકાતીઓએ કોવિડ-19 વેક્સિનેશનનો પ્રથમ/બીજો ડોઝ લીધાના સર્ટિફિકેટ તેમના મોબાઈલમાં અથવા હાર્ડ કોપી સાથે રાખવાના રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રાઇવેટ પ્રમાઇસીસ ખાતે જરૂરી ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

કોવિડ કોર્ડિનેટર બીજો ડોઝ ન લેનારાની માહિતી એકઠી કરશે
​​​​​​​
મોટા એકમો, કચેરીઓ, સંસ્થાઓ, સોસાયટીઓ, કોમર્શીયલ કોપ્લેક્ષના કોવિડ કોર્ડીનેટર દ્વારા તેઓના તાબા હેઠળના તમામ વ્યકિતઓ કે જે કોવિડ વેક્સિનેશન માટે લાયક હોય તે તમામે કોવિડ વેક્સિન લઇ લીધેલ હોય તેની ખાત્રી કરવાની રહેશે અને વેક્સિન માટે લાયક પણ વેક્સિન ન લીધેલા વ્યકિતઓની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાની રહેશે.