તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટોમોબાઇલ:2019માં અમદાવાદમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 2,06,572ની સામે 2020માં 83,656 વાહનનું જ વેચાણ થયું

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • ઓટોમોબાઇલ સેક્ટરને 2019ની સરખામણીએ 60થી 70% નુકસાન
 • આ વર્ષે એપ્રિલમાં 1470 જ્યારે મેમાં માત્ર 54 વાહન જ વેચાયાં હતાં

કોરોનાને લીધે ઓટોમોબાઇલ બિઝનેસને ઘણું નુકસાન થયું છે. 2019ની સરખામણીમાં સરેરાશ 60થી 70 ટકા નુકસાન થયું હોવાનું ડીલર એસોસિએશનના સભ્યો જણાવે છે. શહેરમાં નવાં વાહનોનું નવેમ્બર-20ની સરખામણીએ ગત એપ્રિલ-20માં આઠ ટકા વેચાણ હતું, આ પછી વેચાણમાં વધારો થતાં ગત નવેમ્બરમાં 140 ટકાનો વધારો થયો હતો.

આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે નવા વાહનોનાં રજિસ્ટ્રેશન મુજબ એપ્રિલ-20માં 1470ની સામે નવેમ્બર-20માં 20,409 વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. કમૂરતાંને લીધે ડિસેમ્બરમાં પણ ઓછું વેચાણ નોંધાયું છે. વાહન ડીલરોએ કહ્યું કે, 40 લાખથી ઉપરની કારના વેચાણમાં 65 ટકાની અને 10 લાખથી માંડી 40 લાખ સુધીની કારમાં 30 ટકા અસર રહી હતી. 7 લાખથી લઈ 15 લાખ સુધીની કારમાં 10થી 15 ટકા જ ફર્ક રહ્યો હતો, કારણ કે નોકરિયાત વર્ગ અને સક્ષમ વેપારીઓએ ટેક્સ બેનિફિટ માટે કાર ખરીદીમાં રસ દાખવ્યો હતો. હાલ બેટરી ચાર્જિંગનાં વાહનોમાં વધારો થતાં તેની અસર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વાહનો પર થઈ છે, તેનાં વેચાણમાં ઘટાડો થવાનો અંદાજ છે.

ગત નવેમ્બરમાં 140 ટકા વેચાણ વધ્યું

વર્ષ(2019)સંખ્યાવર્ષ(2020)સંખ્યા
એપ્રિલ22,945એપ્રિલ1470
મે19,876મે54
જૂન19,302જૂન5548
જુલાઈ24,930જુલાઈ9233
ઓગસ્ટ21,472ઓગસ્ટ12,279
સપ્ટેમ્બર16,305સપ્ટેમ્બર9660
ઓક્ટોબર35,937ઓક્ટોબર14,990
નવેમ્બર25,832નવેમ્બર20,409
ડિસેમ્બર19,973ડિસેમ્બર10,013
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો