તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યાં સુધી ચાલશે આવું?:દર્દી મરી જશે, પ્લીઝ એક બેડ આપી દો, પિતાને બચાવવા USથી દીકરીએ ફોન પર સિવિલમાં આજીજી કરી, પરિવાર પગે પડ્યો, અંતે દર્દીનું મોત

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • અમદાવાદમાં સમયસર 108 તેમજ સિવિલમાં બેડ ન મળતા વધુ એક વૃદ્ધે જીવ ગુમાવ્યો
  • છેલ્લે યુએન મહેતામાં દાખલ કર્યા પણ સારવારમાં મોડું થતા વૃદ્ધનું મોત નિપજ્યું

છેલ્લા ત્રણેક મહિનાથી શહેરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દૈનિક 3થી4 હજાર નવા કેસ તેમજ 100થી વધુના મોતથી લોકોમાં ભારે ડર ફેલાઈ રહ્યો છે. હાલની સ્થિતિમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઓક્સિજન તેમજ વેન્ટીલેટરના એકપણ બેડ ઉપલબ્ધ નથી. ત્યારે સમયસર 108 તેમજ સિવિલમાં બેડ ન મળતા વધુ એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. પિતાને બચાવવા માટે અમેરિકાથી દીકરીએ ફોન કરી અનેક લોકો સામે આજીજી કરતી રહી તો પરિવારના અન્ય સભ્યોએ દર્દી મરી જશે પીઝ એક બેડની વ્યવસ્થા કરી આપો એમ કહીં RMOના પગે પણ પડી ગયા પણ દર્દીનો જીવ ન બચાવી શક્યા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

પિતાને બચાવવા દીકરી આજીજી કરતી રહી
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેલા એક દર્દી કોરોના પોઝિટિવ હતા. જેના કારણે ઘરે જ ઓક્સિજન પર સારવાર ચાલી રહી હતી. પરંતુ શનિવારની રાત્રે તેઓની તબિયત વધુ લથડવા લાગી જેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. પરંતુ 108ને ફોન કરે કલાકો વિતી ગયા પણ આવી ન હતી. અંતે 108 આવી તો દર્દીને સિવિલમાં લઈ ગયા પરંતુ ત્યા પણ આઈસીયુ તેમજ વેન્ટિલેટર બેડની વ્યવસ્થા ન થઈ.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

પરિવાર પગે પડ્યો, પણ એક બેડ ન મળ્યો
ઘણો સમય વેઈટિંગમાં રોકાયા બાદ અંતે એક બેડની વ્યવસ્થા થઈ અને દર્દીને એડમિટ કર્યા હતા. પરંતુ સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત નિપજ્યું હતું. દીકરીએ પિતાને બચાવવા માટે અનેક લોકો સામે મદદની અપીલ કરી. પરિવારના અન્ય સભ્યોએ દર્દીને સારવાર મળે તે માટે લોકો સામે હાથ જોડ્યા પણ સ્ટાફ તરફથી એકપણ બેડ ખાલી નથી અમે શું કરીએ એવો જવાબ મળ્યો હતો. અંતે દર્દીને યુએન મહેતામાં એક બેડ મળ્યો અને દાખલ કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને દર્દીએ મોત નિપજ્યું હતું.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

1200 બેડના ટ્રાયજમાં ઓક્સિજનની બોટલો ખૂટી પડી
અસારવા સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં આવતાં દર્દીને દાખલ કરવા તાત્કાલિક સારવાર વિભાગ (ટ્રાયજ) ઊભો કરાયો છે, જેમાં 40 બેડની વ્યવસ્થા છે. મોટા ભાગના દર્દી ઓક્સિજનની જરૂરવાળા આવે છે, જેમાંથી 20 ટકા દર્દીને 10 લિટરથી વધુ ઓક્સિજનની જરૂર પડતી હોવાથી તાત્કાલિક સારવાર વિભાગમાં જ દર્દીને ઓક્સિજન ચઢાવી દેવાય છે, પરંતુ રવિવારે સવારના 11થી 1 દરમિયાન ઓક્સિજનની જમ્બો બોટલો ખૂટી જતાં નાની બોટલો દ્વારા ઓક્સિજન આપવો પડ્યો હતો. તાત્કાલિક સારવાર વિભાગમાં 40 બેડમાંથી માત્ર 15 બેડ ખાલી હોવા છતાં ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાને કારણે બપોરના સમયે હોસ્પિટલમાં દર્દીને દાખલ ન કરાતા દર્દીને રાહ જોવી પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો