તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનું સંક્રમણ ઘટ્યું:અમદાવાદમાં હવે 112 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, નવા 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 14ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા.

શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા શહેરમાં આજે 14 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 112 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે.

શહેરના દક્ષિણ ઝોનમાં ઘોડાસરના આયુષ એવન્યુમાં 21 ઘર, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગોતાના સિલ્વર ગાર્ડેનરિયામાં 24 ઘર, મધ્ય ઝોનમાં શાહીબાગના વૈભવ એપાર્ટમેન્ટમાં 30 ઘર અને પશ્ચિમ ઝોનમાં ચાંદખેડાની ઉપવન રેસિડેન્સીમાં 28 ઘર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

14 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા.
14 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા.

જ્યારે શહેરના દક્ષિણ ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 2, મધ્યમાં 1, પશ્ચિમ ઝોનમાં 3 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

શહેર અને જિલ્લામાં 186 નવા કેસ અને 180 દર્દી ડિસ્ચાર્જ, 3ના મોત
24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 186 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. જ્યારે કુલ 180 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 14 ઓક્ટોબરની સાંજથી 15 ઓક્ટોબરની સાંજ સુધીમાં શહેરમાં 168 અને જિલ્લામાં 18 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દી અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. તેમજ શહેરમાં 162 અને જિલ્લામાં 18 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39,646 થયો છે. જ્યારે 34,299 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,862 થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો