કડક કાર્યવાહી:અમદાવાદના નિકોલની સંકલ્પ સ્કૂલ અને વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલ વેકેશન દરમિયાન પણ ચાલુ, NSUIએ હોબાળો કરતા સ્કૂલોએ વિદ્યાર્થીઓને છોડી મુક્યા

અમદાવાદ13 દિવસ પહેલા
  • અમદવાદ DEOએ જણાવ્યું હતું કે, વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખવામાં પર કાર્યવાહી કરવામાં આવશે
  • બંને સ્કૂલમાં ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા

શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં 21 દિવસ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખવામાં આવે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવા પણ અમદવાદ DEOએ જણાવ્યું હતું, છતાં પૂર્વ વિસ્તારમાં 2 સ્કૂલો ચાલુ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને બોલવવામાં પણ આવ્યા હતા. NSUIના આગેવાનોએ સ્કૂલમાં પહોંચીને આ બાબતે હોબાળો કર્યો હતો.

વિદ્યાર્થીઓને બોલાવવા મામલે સ્કૂલમાં પહોંચીને હોબાળો પણ કર્યો હતો
વિદ્યાર્થીઓને બોલાવવા મામલે સ્કૂલમાં પહોંચીને હોબાળો પણ કર્યો હતો

હોબાળા બાદ સ્કૂલોએ વિદ્યાર્થીઓને છોડી મુક્યા
નિકોલમાં આવેલ સંકલ્પ સ્કૂલ અને વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલ દિવાળી વેકેશન દરમિયાન પણ ચાલુ રાખીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે બોલાવ્યા હોવાની NSUIને જાણ થતા NSUIના આગેવાનો બંને સ્કૂલ પર પહોચ્યા હતા.સ્કૂલ પર પહોચીને વર્ગ અને સ્કૂલના વીડિયો પણ ઉતર્યા હતા અને સ્કૂલના આચાર્યને પણ આડે હાથે લીધા હતા. બંને સ્કૂલમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને બોલાવવા મામલે સ્કૂલમાં પહોંચીને હોબાળો પણ કર્યો હતો જે બાદ સ્કૂલોએ વિદ્યાર્થીઓને છોડી મુક્યા હતા.

NSUI ઉપપ્રમુખ તોષિત મકવાણા
NSUI ઉપપ્રમુખ તોષિત મકવાણા

સ્કૂલ સામે DEO કાર્યવાહી કરે તેવી માંગણી
આ અંગે NSUI ઉપપ્રમુખ તોષિત મકવાણાએ જણાવ્યું હતું કે, વેકેશન હોવા છતાં સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે. DEOના આદેશને પણ સ્કૂલ સંચાલકો માનતા નથી. આજે અમે સ્કૂલ ચાલુ હતી ત્યારે જ સ્કૂલમાં પહોંચીને હોબાળો કર્યો તે બાદ વિદ્યાર્થીઓએ છોડવામાં આવ્યા છે. સ્કૂલ સામે DEO તપાસ કરે અને કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...