તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:અમદાવાદમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં ‘રોડ પર ધ્યાનથી પસાર થવું, વિકાસ ખાડે ગયો છે’ લખેલા બેનર લાગ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોડ પર બેનરો લગાવીને વિરોધ કર્યો - Divya Bhaskar
રોડ પર બેનરો લગાવીને વિરોધ કર્યો
  • તાજેતરમાં જ ભાજપના કોર્પોરેટરોએ ઉભા રહીને બનાવડાવેલો રોડ પાંચ દિવસમાં જ તૂટ્યો હતો.

ચોમાસાની સિઝન પહેલાં રોડ રસ્તાના તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓએ પુરા કરવાના હોય છે. જો કે રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં ઈજનેર ખાતાના અધિકારીઓ રોડ રસ્તા મામલે એકદમ બેદરકાર છે. તાજેતરમાં જ બનાવેલો રોડ પાંચ દિવસમાં તૂટી ગયો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જે બાદ ન્યુ મણિનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ તૂટેલી હાલતમાં છે. રોડમાં ખાડા પડી ગયા છે. આ રોડ પર "ધ્યાનથી પસાર થવું, વિકાસ ખાડે ગયો છે" તેવા બેનર મારી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ભાજપના કોર્પોરેટરોની હાજરીમાં બનેલો રોડ તૂટી ગયો
અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરોએ ખુદ ઉભા રહીને રોડ તૈયાર કરાવડાવ્યો હતો. જે તૈયાર થયાનાં માત્ર પાંચ જ દિવસમાં બેસી ગયો હતો. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

રોડના કામો નહીં થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો
રોડના કામો નહીં થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા
શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં આ પેચવર્કની કામગીરીનો પોલ ખોલ વીડિયો સામે આવ્યો છે. રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ ગૃહમંત્રીની વિધાનસભા બેઠક વટવાએ વિકાસ અને વિકાસએ વટવાના નામે ગીત સાથે રોડ બનાવ્યાનો વીડિયો બનાવ્યો હતો અને પાંચ દિવસમાં જ રોડ બેસી ગયો હતો અને ફરી પાછો ત્યાં ખાડો પડી ગયો હતો. ડ્રેનેજ લાઈનની નાખી હતી અને તેની ઉપર પેચવર્ક કરવામાં આવ્યું હોવાનો અધિકારીઓએ જણાવ્યું હતું. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

ભાજપના કાર્પોરેટરની હાજરીમાં બનેલો રોડ પાંચ દિવસમાં જ તુટી ગયો
ભાજપના કાર્પોરેટરની હાજરીમાં બનેલો રોડ પાંચ દિવસમાં જ તુટી ગયો

AMCનો 10 હજાર જેટલા ખાડા પૂર્યા હોવાનો દાવો
અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડા અને રોડ તૂટી જવાની ફરિયાદ ઉઠવા પામી હતી. શહેરમાં વરસાદ બંધ હોવાથી જુદા જુદા રસ્તા ઉપર પેચવર્કના કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એક બાદ એક પેચવર્કનાં કામો ઝડપથી કરી 10 હજાર જેટલા ખાડા પૂર્યા હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. કોર્પોરેટરોએ પણ પોતાના વોર્ડમાં રોડના ખાડા પુરવાની કામગીરી શરૂ કરાવવા રજૂઆત કરતા ઈજનેર ખાતા દ્વારા શહેરમાં રોડના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પેચવર્કની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોએ બેદરકારી દાખવી અને ગમે તેમ કામગીરી પૂર્ણ કરી દીધી છે.