તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:અમદાવાદમાં જરૂરિયાતમંદ દર્દીઓને ICUના બેડ અને વેન્ટીલેટર નથી મળતા, સરકારે વ્યવસ્થા કરવી જોઈએઃ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
શક્તિસિંહ ગોહિલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
શક્તિસિંહ ગોહિલ ( ફાઈલ ફોટો)
  • સરકાર દેશના નાગરિકોને સંપૂર્ણ વેક્સિન પૂરું પાડવાના બદલે બહારના દેશોમાં વેક્સિન વેચી રહી છે

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર છે. શહેરમાં સંક્રમણ હદ બહાર વધી ગયું છે. ત્યારે શહેરમાં દર્દીઓને ICUના બેડ અને વેન્ટીલેટર નથી મળતા ખાનગી હોસ્પિટલો તથા સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. સરકારે કોરોના માટે 1200 બેડની હોસ્પિટલની વ્યવસ્થા કરી હોવાની વાતો કરી છે. પરંતુ આ હોસ્પિટલમાં ICU બેડ માત્ર 300 જ છે અને વ્યવસ્થા તંત્રમાં ભયંકર અવ્યવસ્થા છે. લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અને જવાબ સુધ્ધા આપવા કોઈ હોતું નથી. એવો આક્ષેપ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે બેડ મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. તેમણે સરકારને જણાવ્યું છે કે લોકોનું જીવન અણમોલ છે માટે રાજકીય પ્રવૃત્તિ બાજુએ મુકીને નાગરિકોના જીવન બચાવવા સરકાર સક્રિય બને તે જરૂરી છે. દિલ્હીની નામદાર હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપતા કહ્યું હતુ કે, જયારે વેક્સિન ઉપલબ્ધ છે ત્યારે તેની પ્રાથમિકતા દેશના નાગરિકોને મળવી જોઈએ. સરકાર દેશના નાગરિકોને સંપૂર્ણ વેક્સિન પૂરું પાડવાના બદલે બહારના દેશોમાં વેક્સિન વેચી રહી છે અને દાન આપી રહી છે તે બરાબર નથી.

સરકાર સારા વેન્ટિલેટરની વ્યવસ્થા ઉભી કરે
દિલ્હી હાઈકોર્ટની આટલી મોટી ચેતવણીની અવગણનાના કારણે જ આજે આપણો દેશ દુનિયામાં કોરોનાની બાબતમાં બીજા નંબર ઉપર પહોંચી ગયો છે. જો શરૂઆતથી જ વેક્સિનેશન ઝડપથી કરવામાં આવ્યું હોત અને જેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું તેમ દેશના નાગરિકોને પ્રાથમિકતા આપી હોત તો આજે દેશમાં નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ પણ મળી ગયો હોત અને કોરોનાની ભયંકર પરીસ્થિતિ માંથી બચાવી શકાયા હોત. શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે, કોરોનાની મહામારીને સરકાર ગંભીરતાથી લઈને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટિલેટરની વ્યવસ્થા ઉભી કરે અને ભારત સરકાર પાસેથી જરૂરી મદદ મેળવે પરંતુ નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો