તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાનું મર્ડર:અમદાવાદમાં મિત્ર સાથે લિવ-ઈનમાં રહીને દેહવ્યાપાર કરતી મહિલાની છરીના ઘા મારી હત્યા, બે અજાણ્યા શખ્સ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાહેરમાં મહિલાને છરીના ઘા મારીને બે શખ્સો ફરાર થઈ ગયા - Divya Bhaskar
જાહેરમાં મહિલાને છરીના ઘા મારીને બે શખ્સો ફરાર થઈ ગયા
  • ઈજા થતાં સામાન્ય સારવાર કરાવીને તેનો મિત્ર પોતાના ઘરે લઈ ગયો હતો.
  • બીજા દિવસે મહિલાને દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાઈ અને સારવાર દરમિયાન મોત નિપજ્યું.
  • ઈસનપુર પોલીસે બે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી અને દેહવ્યાપાર કરતી મહિલાને બે અજાણ્યાં શખસો નારોલ સર્કલ નજીક જાહેરમાં છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને તેનો મિત્ર સારવાર માટે ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો જ્યાં તેને પાટા પીંડી કરી દેવાઈ હતી. બીજા દિવસે દુઃખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરે મહિલાને મૃત જાહેર કરી હતી. સમગ્ર બાબતને છૂપાવવા માટે વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી સમારતા છરો વાગ્યો હોવાનું લખાવ્યું હતું. હોસ્પિટલના ડોકટરે કોઈએ છરીના ઘા માર્યા હોવાનુ જણાવતા ઈસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મિત્ર સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી
મૂળ કલકત્તાની રહેવાસી અને અમદાવાદના વટવા વિસ્તારમાં જયા (નામ બદલેલ છે) નામની મહિલા તેના મિત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. જ્યાં નારોલ સર્કલ ખાતે દેહવ્યાપારનું કામ કરતી હતી. 17 જુલાઈના રોજ રાતે 8 વાગ્યાની આસપાસ નારોલ સર્કલ નજીક જયા ઉભી હતી ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે તેના મિત્રને જાણ કરતા તે આવી મહિલાને સારવાર માટે ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો જ્યાં તેને પાટા પિંડી કરી ઘરે લઇ ગયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી, ફિયાન્સે ફિયાન્સીના પ્રેમીનું છરીના ઘા મારી મર્ડર કર્યું

મુળ કોલકાતાની યુવતી મિત્ર સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી.
મુળ કોલકાતાની યુવતી મિત્ર સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી.

હોસ્પિટલમાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી
બીજા દિવસે તેને દુઃખાવો ઉપડતા અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી કાપતા છરો વાગતા ઇજા થઇ હોવાનું પોલીસ સમક્ષ લખાવ્યું હતું. ત્યાંથી વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને ડોકટરે મૃત જાહેર કરી હતી. ડોકટરે છરીના ઘા વાગ્યા હોવાનું જણાવ્યુ હતું. જેથી ઈસનપુર પોલીસે તેના મિત્રને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે બે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એક સપ્તાહ પહેલાં 24 કલાકમાં 3 હત્યાઓ થઈ હતી
અમદાવાદમાં એક સપ્તાહ પહેલાં 24 કલાકમાં એક મહિલા સહિત ત્રણ લોકોની હત્યાની ઘટના બની હતી. મેઘાણીનગર વિસ્તારમાં અને રામોલ વિસ્તારમાં પ્રેમપ્રકરણ અને મેમકોમાં અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. રામોલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી અને પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે મેઘાણીનગરમાં યુવકને ફિયાન્સી અને તેના પ્રેમી વચ્ચે પ્રેમસંબંધની જાણ થતાં ફિયાન્સે મિત્રો સાથે મળી પ્રેમીની હત્યા કરી નાખી હતી. તમામ ઘટનામાં પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા તજવીજ શરૂ કરી હતી.

એક સપ્તાહ પહેલાં જ અમદાવાદમાં 24 કલાકમાં 3 હત્યાઓ થઈ હતી
એક સપ્તાહ પહેલાં જ અમદાવાદમાં 24 કલાકમાં 3 હત્યાઓ થઈ હતી

ફિયાન્સે ફિયાન્સીના પ્રેમીને પતાવી દીધો
મેઘાણીનગર વિસ્તારમાં હિતેશ બાબુભાઇ પટણી (ઉ.વ.26, રહે. સીનેશ્વરીની ચાલી, રામેશ્વર, મેઘાણીનગર) રહેતો હતો. રામેશ્વર વિસ્તારમાં જ પિંકી નામની યુવતી સાથે હિતેશને પ્રેમસંબંધ હતો. ઠક્કરબાપાનગરમાં રહેતા અલપુ પટણી નામના યુવક સાથે પિંકીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. અલપુને પિંકી અને હિતેશ વચ્ચેના પ્રેમસંબંધની જાણ થઈ હતી. જેથી અલપુને ગુસ્સો આવ્યો હતો અને તેના મિત્રોને લઈ આજે બપોરે એક વાગ્યાની આસપાસ હિતેશને ઘર પાસે બહાર જ હિતેશને લાવી છરી અને અન્ય ઘાતક હથિયારો વડે હુમલો કરી તેની હત્યા કરી નાંખી હતી.

રમેશ ઉર્ફે કબૂતરે અંગત અદાવતમાં એકનું ઢીમઢાળી દીધું
જ્યારે મેમકો વિસ્તારમાં ભગવતીનગરમાં રહેતી રૂબી વર્મા નામની મહિલાનો ભાઈ નીરજ તેના વતનથી અમદાવાદ આવ્યો હતો. બે દિવસથી તેના ભાઈને ઘરે જમવા આવવા માટે કહેતી છતાં નીરજ આવતો ન હતો. નીરજ ઘરે ન આવતા તેના મિત્ર શૈલેશને ફોન કરી પુછતાં નીરજને મેમકોમાં રહેતા રમેશ ઉર્ફે કબૂતર સાથે અગાઉના ઝઘડાની અદાવતમાં બોલચાલી થતા તેના પર છરી વડે ચાર લોકોએ હુમલો કર્યો હતો. 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જેથી હોસ્પિટલમાં જતા નીરજ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હતો અને મોડી રાતે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...