એસિડ એટેક:અમદાવાદમાં વિધવા મહિલા પર નણદોઈએ અડધી રાત્રે એસિડ ફેંક્યું,યુવતીના હાથ પગ દાઝી જતાં સારવાર અર્થે ખસેડાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીડિત મહિલાએ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદમાં નણદોઈનું નામ લખાવ્યુ હતું

અમદાવાદના દાણિલીમડા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી વિધવા મહિલા પર તેમના સગા નણદોઈએ એસિડ એટેક કર્યો હતો. આ મહિલાએ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદમાં નણદોઈનું નામ લખાવતાં ઉશ્કેરાયેલા નણદોઈએ મહિલાને ઘરની બહાર નીકળ કહીને એસિડની બોટલ ફેંકી હતી. જો કે સદનસીબે બોટલ દિવાલે અથડાઈને ફૂટી ગઈ હતી અને મહિલાના પગે એસિડના છાંટા ઉડ્યા હતાં. દાણીલીમડા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નણદોઈએ મહિલાના ઘરની બહાર બુમા બુમ કરી હતી
શાહઆલમમાં રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. લગ્નજીવન દરમિયાન તે એક દીકરીની માતા બની હતી, દરમિયાન ત્રણ વર્ષ પહેલા તેના પતિનુ મોત નિપજયુ હતુ ત્યારથી તે પિયરમાં રહે છે. 31 મેના રોજ યુવતીએ તેના સાસુસસરા, નણંદ તથા નણદોઈ વિરુદ્ધ શારિરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સોમવારે મધરાતે ત્રણ વાગે યુવતીનો નણદોઈ ઈમરાનહુસેન ઉર્ફે બાબુ શેખ બુલેટ લઈને યુવતીના ઘર પાસે આવ્યો હતો અને યુવતીને જોરજોરથી બૂમો પાડી મારું નામ ફરિયાદમાં કેમ લખાવ્યુ છે તેમ કહીને ગાળો બોલતા હતો.

મહિલાએ સાસરિયાઓ તથા નણદોઈ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી ( પ્રતિકાત્મક તસવીર)
મહિલાએ સાસરિયાઓ તથા નણદોઈ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી ( પ્રતિકાત્મક તસવીર)

ઘરના સભ્યો જાગી જતા તે ફરાર થઈ ગયો
મહિલા બહાર આવતા તેણે કાચની બોટલ જેમાં કોઈ પ્રવાહી ભરેલું હતું કે ફેંકી હતી. જો કે મહિલા બાથરૂમ બાજુ જતી રહી હતી. બોટલ દીવાલ સાથે અથડાઈને ફૂટી ગઈ હતી. એસિડ ભરેલું હોવાથી તેના છાંટા મહિલાના પગે ઉડતા દાઝી હતી. ઘરના સભ્યો જાગી જતા નણદોઈ ફરાર થઈ ગયો હતો. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ શરૂ કરી
દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ શરૂ કરી

તાજેતરમાં વાડજમાં પણ એસિડ એટેકનો બનાવ બન્યો હતો
વાડજ વિસ્તારમાં મહિલાએ કરેલ પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપીને અદાવત રાખી એસિડ એટેકનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં યુવતી પગે દાઝી હતી, તો આ સમયે ત્રણ વર્ષના બાળક પર પણ એસિડના છાંટા પડતા બાળકને પણ થોડી ઈજા પહોંચી હતી.પાડોશમાં રહેતા મનોજ રાઠોડે યુવતીના પતિ સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો. જે અંગે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં મનોજ રાઠોડના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી. જોકે આ અંગે અવાર-નવાર મનોજ રાઠોડ ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપતો હતો.રાત્રીના સમયે યુવતી તેના બાળકો સાથે ઘરે હાજર હતી ત્યારે મનોજ રાઠોડ ઘરના પાછળના તુટેલા દરવાજા પાસે આવ્યો હતો અને યુવતી પર એસીડ ફેક્યું હતું.