આચરસંહિતા:અમદાવાદમાં મ્યુનિ.એ 13 હજાર રાજકીય બેનર અને પોસ્ટરો દૂર કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આચરસંહિતા લાગતા જ કામગારી શરૂ કરાઈ

ચૂંટણી આચારસંહિતા અમલની સાથે જ અમદાવાદ મ્યુનિ.એ શહેરના વિવિધ ઝોનમાંથી 13795 બેનરો પોસ્ટરો દૂર કર્યા છે તે ઉપરાંત દિવાલો ઉપરના લખાણો પણ દૂર કરવામાં આવે છે. એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની વિવિધ દીવાલો પર લખવામાં આવેલા 10,633 રાજકીય લખાણો દૂર કરવામાં આવે છ,ે જેમાં સૌથી વધારે 3,835 લખાણો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં હતા.

આ ઉપરાંત 892 જેટલા પોસ્ટર દૂર કરવામાં આવે છે . તેમજ 988 જેટલા ધજા પતાકાઓ પણ હટાવવામાં આવ્યા. એક દિવસમાં મ્યુનિ.એ 13795 રાજકીય નિશાનીઓ દૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...