તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક અદાલતમાં સુનાવણી થશે:અમદાવાદમાં કોરોનાકાળમાં જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ નોંધાયેલ મોટાભાગના કેસ પાછા ખેંચાઈ શકે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેટલાક કેસો કોર્ટે જ રદ કરી નાંખ્યાં હતાં. ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કેટલાક કેસો કોર્ટે જ રદ કરી નાંખ્યાં હતાં. ( ફાઈલ ફોટો)
  • ગત લોક અદાલતમાં કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા કરીને અડધાથી વધુ કેસો રદ કર્યાં હતાં.
  • આ કેસ આરોપી કોરોના સંક્રમિત હોય અને કોરન્ટાઈનમાંથી બહાર નીકળીને રોગનો ફેલાવો કર્યો હોય કેસ નથીઃ કોર્ટ

અમદાવાદ જિલ્લાની દરેક કોર્ટમાં 11 સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે. જેમાં કોર્ટમાં પેન્ડિંગ રહેલા સમાધાન થઈ શકે તેવા કેસો સહિતના અન્ય કેસોનો નિકાલ લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 સપ્ટેમ્બરે યોજાનારી આ લોક અદાલતમાં કોરોના દરમિયાનના લૉકડાઉનમાં પોલીસે નોંધેલા જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નોંધાલેય કેસોને પણ મુકવામાં આવ્યાં છે.કોરોના દરમિયાન અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 70 હજાર 137 કેસ નોંધીને 71 હજાર આરોપીઓ સામે ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં મુકવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ કમિશ્નર જાહેરનામા ભંગના 11 હજાર 637 ગુના નોંધીને 17 હજાર 748 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

11 સપ્ટેમ્બરે યોજાનારી લોક અદાલતમાં કેસો મુકવામાં આવ્યા
કોરોનાની શરૂઆતમાં લગાવવામાં આવેલા લૉકડાઉનમાં પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામા ભંગના 81 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યાં હતાં. જેમાંથી મોટાભાગના કેસોમાં પોલીસ દ્વારા આરોપીઓ સામે FIR નોંધીને કોર્ટમાં ચાર્જશીટ મુકવામાં આવી હતી. જેમાં ગત લોક અદાલતમાં કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા કરીને અડધાથી વધુ કેસો રદ કરી નાંખ્યા હતાં. જ્યારે બાકીના કેસો આગામી 11 સપ્ટેમ્બરે યોજાનારી લોક અદાલતમાં મુકવામાં આવ્યાં છે.

પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગના ગુના નોંધી આરોપીઓ સામે ચાર્જશીટ નોંધીને કોર્ટમાં મુકવામાં આવી હતી ( ફાઈલ ફોટો)
પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગના ગુના નોંધી આરોપીઓ સામે ચાર્જશીટ નોંધીને કોર્ટમાં મુકવામાં આવી હતી ( ફાઈલ ફોટો)

પોલીસે આરોપીઓ સામે કેસ નોંધીને કોર્ટમાં ચાર્જશીટ મુકી હતી
કોરોના દરમિયાન અમદાવાદ શહેર પોલીસ દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગના ગુના નોંધી આરોપીઓ સામે ચાર્જશીટ નોંધીને કોર્ટમાં મુકવામાં આવી હતી. આ કેસોમાં કોર્ટે પોલીસ ચાર્જશીટ અને ડિઝાસ્ટર મેનેજન્ટ એક્ટની કલમનો બાધ નડતો હોવાથી આરોપીને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો હૂકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ચાર્જશીટ નોંધ્યા બાદ ફોજદારી કેસ રજિસ્ટ્રર નોંધવા અને સંજ્ઞાન સાંભળવા ઉપર છે. પોલીસ દ્વારા સક્ષમ સત્તાધિકારના જાહેરનામા ભંગ બદલ હાલની ચાર્જશીટ રજુ કરી છે.

વ્યક્તિના કૃત્યથી ચેપ ફેલાવો સંભવ હોય તો જ ગુનો ગણાય
ફરિયાદી પોલીસ અધિકારી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કે તેના કોઈ વહિવટી તાબાના અધિકારી દ્વારા કોર્ટમાં કોઈ ફરિયાદ કરી નથી. જેથી પોલીસ કમિશ્નરના જાહેરનામા (ઈપીકોડ કલમ 188)ને ક્રિ.પ્રો.કોડની કલમ 195નો સ્પષ્ટપણે બાધ નડે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે, આવા આરોપી ઉપર અન્ય ગુનાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યા છે, જેમાં એકપણ વ્યકિતના કૃત્યથી જિંદગીને જોખમકારક રોગનો ચેપ ફેલાવવાનો સંભવ હોય તેવુ કૃત્ય ગેરકાયદે રીતે અગર બેદરકારીથી કરે તો ત્યારે આ કૃત્યને આ કલમ તળે ગુનાહીત કૃત્ય ગણી શકાય.

મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટોમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે ( ફાઈલ ફોટો)
મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટોમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે ( ફાઈલ ફોટો)

મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટોમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે
આ કેસમાં આરોપી પોતે કોવીડ-19ના ચેપી રોગથી પિડાતા હોય અને તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હોય અને બેદરકારીથી બહાર નીકળીને રોગનો ફેલાવો કર્યો તેવો કેસ નથી. હાલના આરોપીના માત્ર બહાર નીકળવાના કૃત્યને અલગ પ્રકારનો ગુનો લાગુ પાડી શકાય તેમ નથી. ત્યારે આ કોર્ટને આ કેસમાં ગુનાનું સંજ્ઞાન લેવાની સત્તા પ્રાપ્ત થતી નથી. શહેર પોલીસ દ્વારા આરોપીઓ સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ અને ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો નોંધીને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટોમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.