તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગરપાલિકાની ચૂંટણી:અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 30થી વધુ ઉમેદવાર કરોડપતિ, 10% ધો. 10થી ઓછું ભણેલા, 50થી વધુનો ગુનાઈત રેકોર્ડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મક્તમપુરાના કોંગી ઉમેદવાર સમીર પઠાણ પાસે 16 કરોડના શેર, 14 કરોડની જમીન
 • સ્ટેડિયમ અને પાલડી વોર્ડના ભાજપના ઉમેદવારો પાસે એક-એક કિલો સોનું
 • ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર સામે હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો
 • થલતેજના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે સૌથી વધુ 33 કરોડની જમીન અને 57 તોલા સોનું છે

શહેરમાં અનેક ધનાઢ્ય અને મોટી સંખ્યામાં મિલકતો ધરાવતા ઉમેદવારોને ભાજપ અને કોંગ્રેસે ટિકિટ આપી છે. સૌથી વધારે 33 કરોડની મિલકત થલતેજના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે છે. કોંગ્રેસના સમીરખાન પઠાણ પાસે 14 કરોડની મિલકતો છે અને શેર સહિત 16 કરોડનું રોકાણ છે. ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારો પૈકી 30થી વધુ ઉમેદવારોની સ્થાવર મિલકત જ તેમણે ચૂંટણીપંચમાં ફાઈલ કરેલી ઓન રેકોર્ડ એફિડેવિટ પર 1 કરોડથી વધારે દર્શાવી છે.

પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે, હું મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બાપુનગરમાંથી ઉમેદવાર છું. મારી પર કોઈ કેસ નથી. આ વિગતો મેં સોગંદનામામાં પણ રજૂ કરી છે. મેં વખતો વખત આંદોલનો અને રજૂઆતો કરેલી છે છે. આ અંગેના કેસો IPCની ધારા 188ના ગુનાઓ અંગે ફરિયાદ થયેલી છે એટલે જાહેરનામા ભંગ સહિતની ફરિયાદો છે. મારી પર હત્યાના આરોપ કે અન્ય પ્રકારના મારામારીનો એકપણ ગુનો કે અરજી કે આ પ્રકારનું કંઈપણ ક્યારેય થયેલ નથી.

નોંધનીય છે કે અનેક ઉમેદવારોનાં રોકાણો માત્ર જમીનોમાં જ નહીં, શેરબજાર, સોનું-ચાંદી સહિત અન્યમાં છે. ભાજપના સ્ટેડિયમ વોર્ડના ઉમેદવાર પ્રદીપ દવે પાસે 1 કિલો સોનું અને 1 કિલો ચાંદી હોવાનું એફિડેવિટમાં બહાર આવ્યું છે. ભાજપના પાલડીના ઉમેદવાર પ્રિતીષ મહેતા પાસે પણ 1 કિલો સોનું છે. કેટલાક ઉમેદવારો પાસે મર્સિડીઝ, બીએમડબ્લ્યુ સહિતની વૈભવી કારનો કાફલો હોવાનું એફિડેવિટમાં ખૂલ્યું છે.

ભાજપ-કોંગ્રેસના 10 ટકાથી વધારે ઉમેદવારો ધોરણ 10થી ઓછું ભણેલા છે, જેમાં સૌથી ઓછું ભણેલા અમરાઈવાડીના કોંગ્રેસનાં પાર્વતીબેન પરમાર ધો.3 પાસ તેમજ તસ્નીમ આલમ છે. આ ઉપરાંત ધોરણ 7 પાસ હોય તેવા 4થી વધારે ઉમેદવારો છે.

સામાન્ય રીતે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનું વલણ હોવા છતાં બંને પક્ષે અનેક ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હોવા છતાં તેમને ટિકિટ ફાળવાઈ છે, જેમાં ચારથી વધારે ઉમેદવારો પર તો હત્યાના પ્રયાસ જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. કેટલીક મહિલા ઉમેદવારો પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવારો સામે મારામારી, ધાકધમકી, છેતરપિંડી, તોડફોડ, પથ્થરમારો તેમજ લૂંટના ગુના નોંધાયા છે. કેટલાક ઉમેદવારોએ તેમની સામેના ગુનાની હકીકત એફિડેવિટમાં છુપાવી હોવાનું પણ ખૂલ્યું છે.

મિલકત: ગોતામાંથી ભાજપના ઉમેદવાર પારુલ પટેલ 10.25 કરોડની મિલકતો ધરાવે છે

ક્રમવોર્ડઉમેદવારપક્ષરોકડબેંક-રોકાણસોનુંમિલકતઅંદાજે કુલ
1થલતેજહિતેશ બારોટભાજપ1.50 લાખ1 કરોડ57 તોલા33 કરોડ34.28 કરોડ
1મક્તમપુરાસમીરખાન પઠાણકોંગ્રેસ2 લાખ16 કરોડ300 ગ્રામ14 કરોડ32.15 કરોડ
3ઈસનપુરગોતમ પટેલભાજપ2 લાખ1.20 કરોડ20 તોલા10.80 કરોડ12.12 કરોડ
4ગોતાપારુલ પટેલભાજપ40 હજાર55 લાખ300 ગ્રામ10.25 કરોડ10.85 કરોડ
5રાણીપગીતાબેન પટેલભાજપ50 હજાર6.53 કરોડ18 તોલા42 લાખ7.04 કરોડ
6નવા વાડજયોગેશ પેટલભાજપ10 હજાર80 લાખ500 ગ્રામ5.50 કરોડ6.55 કરોડ
7સૈજપુર વોર્ડમહાદેવ દેસાઈભાજપ7.50 લાખ9 લાખ55 તોલા5.75 કરોડ6.17 કરોડ
8રામોલરાજુ ભરવાડકોંગ્રેસ1.52 લાખ8.61 લાખ-9 કરોડ9.10 કરોડ
9પાલડીપ્રિતીષ મહેતાભાજપ4 લાખ1.61 કરોડ1 કિલો17 લાખ2.32 કરોડ
10પાલડીજૈનિક વકીલભાજપ2.5 લાખ1.5 કરોડ600 ગ્રામ-1.83 કરોડ

(નોંધ : સોનાનો ભાવ તોલાના અંદાજે 50 હજાર લેખે છે)

એજ્યુકેશન: કોંગ્રેસનાં પાર્વતી પરમાર ધો.3 પાસ છે

ક્રમઉમેદવારનું નામવોર્ડપક્ષઅભ્યાસ
1પાર્વતીબેન પરમારઅમરાઈવાડીકોંગ્રેસ3 ધોરણ પાસ
2સરોજ સોનીવટવાભાજપ4 ધોરણ પાસ
3રેશમા કુકરાણીસૈજપુરભાજપ8 ધોરણ પાસ
4નીતા પરમારઈન્ડિયા કોલોનીભાજપ9 ધોરણ પાસ
5ભરત કાકડિયાઈન્ડિયા કોલોનીભાજપ9 ધોરણ પાસ
6પૂનમ દંતાણીવાસણાકોંગ્રેસ7 ધોરણ પાસ
7ભરત સરગરાબહેરામપુરાભાજપ8 ધોરણ પાસ
8કમળા ચાવડાબહેરામપુરાકોંગ્રેસ7 ધોરણ પાસ
9ઈમ્તિયાઝ શેખદરિયાપુરકોંગ્રેસ8 ધોરણ પાસ
10ચંદ્રિકા રાવલનારણપુરાકોંગ્રેસ7 ધોરણ પાસ

બંને પક્ષના ઉમેદવારો સામે છેતરપિંડીથી માંડી ધાકધમકી અને મારામારીના કેસ છે

ક્રમઉમેદવારનું નામવોર્ડપક્ષગુનો
1કેતન પેટલગોતાભાજપ

છેતરપિંડી મારામારી

2અજય દેસાઈગોતાભાજપ

મારામારી-ધાકધમકી

3મોના પ્રજાપતિશાહપુરકોંગ્રેસ

સરકારી કામમાં દખલ-તોફાનો

4દિનેશ શર્માચાંદખેડાકોંગ્રેસ

હત્યાનો પ્રયાસ, ધાકધમકી, મારામારી

5અકબર ભટ્ટીશાહપુરકોંગ્રેસ

હથિયારોથી નુકસાન પહોંચાડવું

6હેમંત પરમારનવરંગપુરાભાજપ

ગેરકાયદે પ્રવેશ કરવો, તોડફોડ કરવી

7નિરવ બક્ષીદરિયાપુરકોંગ્રેસ

ગેરકાયદે પ્રવેશ કરવો, તોડફોડ કરવી

8ઈમ્તિયાઝ શેખદરિયાપુરકોંગ્રેસ

પથ્થરમારો કરવો, નુકસાન પહોંચાડવું

9દીક્ષિતકુમાર પટેલઠક્કરબાપાનગરભાજપ

હત્યાનો પ્રયાસ સહિતના ગુના

10રાજશ્રી કેસરીચાંદખેડાકોંગ્રેસ

લૂંટ, મારમારી, ધાકધમકી

11પ્રકાશ ગુર્જરબાપુનગરભાજપ

હત્યાનો પ્રયાસ સહિતના ગુના

12ભાસ્કર ભટ્ટસરસપુર-રખિયાલભાજપ

હત્યાનો પ્રયાસ કરી ધમકી આપવી

(323 કલમ હેઠળ મારામારીના સૌથી વધુ ગુના નોંધાયા છે.)

ચાર ઉમેદવાર પાસે લાઈસન્સવાળી રિવોલ્વર
ચાર ઉમેદવારોએ તેમની પાસે રિવોલ્વર હોવાનું એફિડેવિટમાં જાહેર કર્યું છે, જેમાં ભાજપના હિતેશ બારોટ, બાપુનગરના પ્રકાશ ગુર્જર, સૈજપુરના મહાદેવ દેસાઈ અને શાહીબાગ ભરત પટેલ પાસે રિવોલ્વર છે. લાઈસન્સવાળી ઈન્ડિયન મેડ લાખોની કિંમતની રિવોલ્વરો ધરાવતા આ ઉમેદવારોએ પોતાના સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાઈસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન તમામ વેપનો પોલીસ સમક્ષ જમા કરાવવાનાં રહેતાં હોય છે. જોકે આ ઉમેદવારોમાં પ્રકાશ ગુર્જર સિવાય કોઈની સામે ગુનાઈત રેકોર્ડ નથી.

પશ્ચિમના ઉમેદવારો આર્થિક રીતે વધુ સધ્ધર
શહેરના પશ્ચિમ વિસ્તારના ઉમેદવારો નાણાકીય રીતે વધુ સંપન્ન હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધુ નાણાં ધરાવતા ભાજપ-કોંગ્રેસના પ્રથમ 10 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારો પશ્ચિમ અમદાવાદના, જ્યારે 3 ઉમેદવારો પૂર્વ અમદાવાદના છે. નાણાકીય સધ્ધરતા ધરાવતા ઉમેદવારો મુખ્યત્વે તેમની કરોડોની સ્થાવર મિલકતને કારણે તેમની કુલ મૂડી વધુ હોવાનું જણાઈ રહ્યું છે. પૂર્વમાં કેટલાક ઉમેદવારો પાસે બેન્ક બેલેન્સ નહીં હોવાનું, જ્યારે જાણીતાં કેટલાંક નામોએ તેમની પાસે મિલકત નહીં હોવાનું બતાવ્યું છે.
(સ્ત્રોત : ઉમેદવારોએ ચૂંટણીપંચ સમક્ષ ફાઈલ કરેલું એફિડેવિટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો