સ્વચ્છતા અભિયાન હેઠળ કાર્યવાહી:અમદાવાદમાં પૂર્વ ઝોનમાં ટ્રાફિકને નડતા 150થી વધુ દબાણ હટાવાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના પૂર્વ ઝોનમાં અમરાઇવાડી, નિકોલ, વિરાટનગર, વસ્ત્રાલ તથા રામોલ-હાથીજણ વોર્ડમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોની ચાર રસ્તા આસપાસ ઝૂંપડાં, પતરા, જાહેરાતના બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા. નિકોલમાં પણ ખોડિયાર મંદિર નજીક લારીઓ, ખુરશીઓ સહિતની દબાણો હટાવાયા હતા. વિરાટનગર વિસ્તારમાં પણ સોનીની ચાલ સુધી જાહેરાતના 40 બોર્ડ દૂર કરાયા છે.

વસ્ત્રાલમાં તક્ષશીલા રોડ પર જાહેરાતના બોર્ડ પણ દૂર કરાયા છે. રામોલ હાથીજણ વિસ્તારમાં પણ 15 જાહેરાતના બોર્ડ દૂર કરવામાં આવ્યા છે. આમ પૂર્વ ઝોનમાં 93 જેટલા જાહેરાતના નાના મોટા બાર્ડ દૂર કરવામાં આવ્યા છે.

પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ હેઠળ 93 જેટલા જાહેરાતના નાના મોટા બોર્ડ, 4 ઝૂંપડા, 16 જેટલા શેડ, 3 સાદી લારી, 2 ખુરશી, 1 વજન કાંટો, 13 જેટલા કેરેટ, તથા 112 જેટલી અન્ય પરચુરણ માલ સામાન દૂર કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં જુહાપુરામાં પણ ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા હતા. મંગળવારે પણ એલિસબ્રિજ વિસ્તારમાંથી ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...