સર્વિસ સ્ટેશન-ગેરેજમાં લાઈન:અમદાવાદમાં પાણીમાં ફસાતા 1 હજારથી વધુ કાર, 3 હજારથી વધુ ટુ-વ્હિલર ખોટકાયાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેજલપુરમાં આવેલી બકેરી સિટીના સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વરસાદી પાણી ફરી વળતાં લગભગ 30 કાર ડૂબી ગઈ હતી. - Divya Bhaskar
વેજલપુરમાં આવેલી બકેરી સિટીના સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વરસાદી પાણી ફરી વળતાં લગભગ 30 કાર ડૂબી ગઈ હતી.
  • પાણીમાં ફસાતા 1 હજારથી વધુ કાર, 3 હજારથી વધુ ટુ-વ્હિલર ખોટકાયાં, સર્વિસ સ્ટેશન-ગેરેજમાં લાઈન

રવિવારના વરસાદમાં સૌથી વધુ કફોડી સ્થિતિ વાહનચાલકોની થઈ હતી. કમરથી પણ ઉપર સુધી ભરાયેલા પાણીમાં વાહનો ફસાતા વાહનચાલકોએ વાહનો પાણીમાં જ છોડી દેવા પડ્યા હતા. સોમવારથી જ શહેરના સર્વિસ સેન્ટર અને ગેરેજ પર ધસારો જોવા મળ્યો હતો. ઓટો મોબાઈલ ડીલર એસોસિએશનના ચેરમેન પ્રણવ શાહના જણાવ્યા મુજબ કારના સર્વિસ સેન્ટર અને વિવિધ ગેરેજોમાં મળી 1 હજારથી વધુ કાર અને 3 હજારથી વધુ ટુ-વ્હિલર બંધ હાલતમાં લાવવા પડ્યા હતા. સર્વિસ સેન્ટરો પર કાર રિપેરિંગની સંખ્યા રોજ કરતાં 3 ગણી થઈ ગઈ હતી.

કાર રિપેરિંગ માટે 2થી 3 દિવસનું વેઈટિંગ ચાલે છે
પ્રહલાદનગર ખાતેના એસએનએસ સર્વિસ સેન્ટરના શૈલેષ પટેલે કહ્યું, હાલ કાર રિપેરિંગ માટે બે દિવસનું વેઈટિંગ છે, જો ફરી વરસાદ પડે તો વેઈટિંગ પિરિયડમાં વધારો થશે. વેજલપુર ખાતેના ઈન્ફીનિટ તાતા વ્હીકલના અજયરાજસિંહ જાડેજાએ કહ્યું, પાણીમાં ખોટકાઈ ગયેલી કારની ફરિયાદો સૌથી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...