શહેરમાં વધુ એક સગીરા પીંખાઈ:અમદાવાદમાં સગીરા સાથે બે મહિનામાં છવાર દુષ્કર્મ, યુવકે પોતાના અને મિત્રના ઘરે લઈ જઈ હવસનો શિકાર બનાવી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સાથે આરોપી પવન ખટીક. - Divya Bhaskar
પોલીસ સાથે આરોપી પવન ખટીક.

અમદાવાદ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સગીરા પર છ વખત દુષ્કર્મ કરવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે પવન ખટીક નામના એક શખ્સની ધરપકડ કરી છે.

ઘરની સામેની દુકાનમાં જ કામ કરતા એક યુવકે દુષ્કર્મ કર્યું
રામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના ઘરની સામેની દુકાનમાં જ કામ કરતા એક યુવકે એક કે બે વખત નહી પણ છેલ્લા બે મહિનામાં છ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારજનો ઉંઘતા હતા ત્યારે સગીરા તેના ઘરે હતી નહી. જેથી પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહોતી. જેને પગલે સગીરાના પિતાએ રામોલ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ પોલીસે તપાસ કરતા સગીરા એક યુવક સાથે મળી આવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે, તેના ઘરની સામે કામ કરતા યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે અને તેના મિત્રના ઘરે લઈ જઇને સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ સગીરા સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ કર્યું, તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

બાળકોને સાચવવા તેમજ અજાણ્યા વ્યક્તિઓની સંગતમાં ન આવે તે પ્રમાણે બાળકને સમજાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોતાનું બાળક સુરક્ષિત રહે તે માટે બાળકને કઈ રીતે તૈયાર કરવામાં આવે તે અંગે વાલી દ્વારા પ્રયાસ કરવામાં આવે તેમ પોલીસ જણાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...