સગીરાનું શોષણ:અમદાવાદમાં યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને હોટલમાં લઈ ગયો
  • સગીરાની મરજી વિરુદ્ધ ચારથી પાંચ વખતુ દુષ્કર્મ ગુજાર્યુ
  • ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને યુવક સગીરાને અલગ અલગ હોટલોમાં લઈ ગયો અને ચારથી પાંચ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં આ યુવકે સગીરાના આસપાસમાં રહેતા યુવકોને સગીરા સાથે શરીર સુખ માંણ્યું હોવાનું કહીને સગીરાને બદનામ કરતો હતો. આ અંગેની જાણ સગીરાને થતા સગીરાએ તેના પરિવારને જાણ કરી હતી. જેથી સગીરાના પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં સુહાગ પરમાર રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુહાગના સગા તેના જ વિસ્તારમાં રહે છે. તેથી તે સગાને ત્યાં અવાર નવાર જતો હતો. આ દરમિયાન તેની આંખ 17 વર્ષિય જયા( નામ બદલ્યું છે) સાથે મળી ગઇ હતી. જેથી તે અવાર નવાર જયાને જોવા માટે ત્યાં આંટા ફેરા મારતો હતો. જયા પણ તેને જોવા ઘરની બહાર ઉભી રહેતી હતી. આ દરમિયાન સુહાગે પોતાના વ્હીકલ પાસે પોતાનો મોબાઇલ નંબર લખી મુક્યો હતો. જે નંબર જયાએ લઇ લીધો હતો. ત્યારબાદ બન્ને ફોન પર વાતચીત કરતા હતા. બે વર્ષ પહેલાં સુહાગે જયાને ગાંધીનગર સરીતા ઉદ્યાનમાં ફરવા જવાનું કહ્યું હતું. જયા તૈયાર થતા સુહાગે સરીતા ઉદ્યાનની જગ્યાએ હોટલમાં જવાની વાત કરી હતી. જો કે, જયાએ ઇનકાર કરી દીધો હતો અને તે પરત ઘરે આવી ગઇ હતી.

ત્યારબાદ સુહાગે ફરી જયાનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. પછી તે ફરવા લઇ જવાના બહાને તેને અડપલાં કરતો હતો. ત્યારબાદ સુહાગ પર વિશ્વાસ આવતા જયા હોટલમાં જવા તૈયાર થઇ ગઇ હતી. સુહાગ અને જયા ચારથી પાંચ વાર હોટલમાં ગયા હતા. જ્યાં જયાએ શરિર સબંધ બાંધવાનો ઇનકાર કરવા છતા સુહાગે બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, જયાએ આ અંગે કોઇને જાણ કરી ન હતી. પરંતુ સુહાગે જયાના વિસ્તારમાં રહેતા યુવકોને તે જયાને હોટલમાં લઇ ગયો હોવાનું તથા શરિર સુખ માણ્યું હોવાનું કહેતો હતો. જેથી જયાને યુવકો હેરાન પરેશાન કરી શંકાની નજરે જોવા લાગ્યા હતા. આ અંગે જયાને જાણ થતા તેણે પિતાને જાણ કરી હતી. જેથી પિતા જયાને લઇ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. આ મામલે જયાના પિતાએ સુહાગ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...