ફરિયાદ:અમદાવાદમાં અરજી કર્યા બાદ પણ ચૂંટણી કાર્ડ ન મળ્યા હોવાની કંટ્રોલરૂમમાં અનેક ફરિયાદો મળી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જિલ્લામાં 1.81 લાખ અરજદારોને નવા ચૂંટણીકાર્ડ મળી ગયા હોવાનો દાવો

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર અને જિલ્લામાં અરજી કરનાર તમામ 1.81 લાખ નાગરિકોને નવા ચૂંટણીકાર્ડ મળી ગયા હોવાનો અધિકારીઓ દાવો કરે છે. જેની સામે ઘણા નાગરિકો બાકી રહી ગયાની ચૂંટણી કર્મચારીઓથી લઇ કંટ્રોલરૂમમાં ફરિયાદો થઇ રહી છે. નવા ચૂંટણીકાર્ડમાં ભૂલો વધુ છે. અધિકારીઓ કહ્યું કે, ચૂંટણીકાર્ડમાં સુધારા-વધારા માટે 1950 પર ફોનથી માહિતી મેળવી ઓનલાઇન પ્રોસેસ કરી શકાશે. બીજીતરફ મતદારોનો આંકડો 60 લાખથી વધુ છે. ચૂંટણીના વર્ષમાં ચૂંટણીકાર્ડ માટે નાગરિકો વધુ અરજી કરતા હોય છે. આ વખતે 1,81,498 જેટલી ચૂંટણીકાર્ડ મેળવવા અરજી કરાઇ હતી. તમામ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. અધિકારીઓના મતે તમામને નવા ચૂંટણીકાર્ડ મળી ગયા છે, પરંતુ હજી પણ શહેરના ઘણા નાગરિકોને કાર્ડ મળ્યા નહીં હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કંટ્રોલરૂમમાં અને અધિકારીઓ સમક્ષ ચૂંટણીકાર્ડ નહીં મળ્યું નહીં હોવાની ફરિયાદો થઇ રહી છે, ત્યારે અધિકારીઓ ચૂંટણીકાર્ડ મળી ગયા હોવાનો દાવો કરે છે. જોકે ચૂંટણીકાર્ડ નહીં હોય તો પણ નાગરિકો અન્ય પુરાવાના આધારે મતદાન કરી શકશે.

ચૂંટણીકાર્ડ વગર અન્ય 12 જેટલા પુરાવા માન્ય
મતદાન સમય ચૂંટણી કાર્ડ ના હોય તો મતદારો પોતાની પાસે રહેલા આધાર કાર્ડ, મનરેગાનું જોબકાર્ડ, બેંક-પોસ્ટ ઓફિસની ફોટો સાથેની પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, સરકારી કંપનીઓએ કર્મચારીઓને ઇશ્યૂ કરેલા ફોટો ઓળખપત્રો, ભારત સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા યુનિક ડિસએબિલિટી આઇડી કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...