ચોરીનો બનાવ:અમદાવાદમાં સીસીટીવી કેમેરા પર સિલ્વર કલર મારીને ATMમાં ચોરી, ગઠિયો મશીન તોડીને 14.48 લાખની રોકડ ચોરીને ફરાર

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નારોલમાં એક્સિસ બેંકનું એટીએમ તોડીને 14.48 લાખની મતાની ચોરી

અમદાવાદના નારોલમાં આવેલી એક સોસાયટીના પ્લોટમાં ખાનગી બેંકનું ATM મશીન તોડીને અજાણ્યો ઇસમ 14,48,000 રૂપિયાની ચોરી ક્રાઇમ ફરાર થઈ ગયો હતો. ચોરી કરનાર શખ્સે ATM મશીન પાસે લગાવેલ સીસીટીવી કેમેરા પર પહેલાં સિલ્વર કલર માર્યો હતો. બાદમાં ATM મશીન કોઈ સાધન વડે તોડીને તેમાં રહેલ રોકડ રકમની ચોરી કરી હતી. જે મામલે નારોલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ATM મશીન તોડીને લાખોની રકમની ચોરી
ઘટનાની વિગતો મુજબ, મુતુર્જા દાહોદ વાલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તે એક્સિસ બેંકના અમદાવાદના તમામ ATM મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે. ગત 28 તારીખે નારોલ વ્રજ ભૂમિ સોસાયટીમાં પ્લોટ નંબર 2માં આવેલ ATM મશીન કોઈ તોડીને તેમાંથી 14.48 લાખની રોકડ રકમની ચોરી કરી છે. તેવું જાણવા મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

આરોપીએ સીસીટીવી કેમેરા પર કલર મારી દીધો
તેમણે સ્થળ પર જઈનો જોયું કે ATM મશીન તૂટેલી હાલતમાં હતું અને અંદર રહેલી રોકડ રકમ પણ ચોરી થઈ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેમેરા પર સિલ્વર કલર લગાવી દેવામાં આવ્યો હતો અને બાદમાં ચોરી કરાઈ હતી.સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. નારોલ પોલીસ દ્વારા બનાવની જાણ થતાં સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચલાવામાં આવ્યા છે. હાલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.