પાગલ પ્રેમીનું કારસ્તાન:​​​​​​​અમદાવાદમાં છોકરીના નિર્વસ્ત્ર ફોટો પાડી યુવકે આપી ધમકી, 'મારી સાથે વાત નહીં કરે, તો તારા ફોટો વાઈરલ કરી દઈશ'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાને યુવક બળજબરી પૂર્વક અપહરણ કરી હોટલમાં લઈ ગયો
  • સગીરા પર નજર રાખવા ઘરની નીચે એક્ટિવા લઈને આટાં ફેરાં કરતો

અમદાવાદની સગીરાને બ્લેકમેલ કરીને એક યુવક બળજબરી પૂર્વક હોટલમાં લઈ જઈ નિર્વસ્ત્ર કરીને ફોટોગ્રાફ પાડી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ફોટાના આધારે તે સગીરાને બ્લેકમેલ કરતો હતો, એટલું જ નહીં સગીરા વાત કરવાનું બંધ કરી દે તો તેના ઘરના નીચે આંટા મારીને પરેશાન કરતો હતો. આ સમગ્ર ઘટના અંગે સગીરાએ તેના માતા-પિતાને જાણ કરતા આખરે હિંમત કરીને પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, હાલ આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

બે વર્ષથી સગીરાને બ્લેકમેઈલ કરતો આરોપી
સગીર વયની દીકરીને મણિનગર ખાતે રહેતો આરોપી યોગેશ ગીધવાણી બે વર્ષ પહેલા લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. મણિનગર ખાતે આવેલી હોટલમાં લઈ જઈ ફરિયાદીની દીકરીના મરજી વિરુદ્ધ કપડા ઉતારી યોગેશે તેના મોબાઇલ ફોનમાં કપડાં વગરનો ફોટો પાડ્યો હતો. તેમજ ફરિયાદીની દીકરીને યોગેશ એ ફોન કરી 'મારી સાથે વાત નહીં કરે, તો તારા કપડાં વગરનો ફોટા વાયરલ કરી દઈશ' તેવી ધમકી આપી હતી.

સગીરા પર નજર રાખવા ઘરની નીચે આંટા ફેરા મારતો
આજથી છ મહિના અગાઉ આરોપી એ ફરિયાદીને ફોન કરી ગંદી ગાળો બોલી, આટલું જ નહીં આરોપી યોગેશે એકટીવા ઉપર ફરિયાદીની દીકરી ઉપર નજર રાખવા તેમના ઘર આગળ અવાર નવાર આંટાફેરા મારતો હતો. આખરે પરિવારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ અપાતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...