તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા@144:અમદાવાદમાં ભગવાન જગન્નાથ પરંપરાગત રૂટ પર નગરચર્યાએ નીકળશે, જાણો રથયાત્રાનો આરતી અને દર્શનનો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 22 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે

અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના કેસની સંખ્યા ઓછી હોવાને કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે. ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરૂપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે.

મહંત દિલીપદાસજીએ કહ્યું, પૂજાવિધિ પરંપરા મુજબ યોજાશે
મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે મીડિયાના માધ્યમથી લોકો દર્શન કરે એવી અપેક્ષાઓ રાખું છું. પોલીસ અને લોકો અમને સાથસહકાર આપે એવી આશા છે. કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રાનો આનંદ ઉત્સાહ અને દર્શનનો લાભ મેળવવામાં આવે. પૂજાવિધિ પરંપરા મુજબ યોજાશે, જોકે ભક્તો સાથે નહીં હોય. ભગવાન નગરચર્યાએ નીકળે એના માટે સૌના સહકારની અપેક્ષા છે.

ગૃહમંત્રીએ જાતે સરસપુર સુધીના રૂટની સમીક્ષા કરી
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચ્યા છે. અહીંથી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

રથયાત્રા રૂટ પર સવારે 7થી 2 સુધી કર્ફ્યૂ
રાજ્ય સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ, રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનનાં દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવાં પડશે. રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 22 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે.

ગૃહમંત્રીએ જાતે સરસપુર સુધીના રૂટની સમીક્ષા કરી
ગૃહમંત્રીએ જાતે સરસપુર સુધીના રૂટની સમીક્ષા કરી

મોસાળમાં પણ કર્ફ્યુ રહેશે
ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ હોવાથી મોસાળમાં જમણવાર યોજાયો નહોતો. જ્યારે આ વર્ષે રથયાત્રા યોજાશે, પરંતુ જમણવાર નહિં યોજાઈ. આ રથયાત્રામાં પોલીસ, ખલાસી, નક્કી કરેલ વ્યક્તિઓ જ હાજર રહેશે અન્ય કોઈ પણ વ્યક્તિ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહિં, જેના કારણે મોસાળમાં પણ કર્ફ્યુ રહેશે. જેથી તમામ પોળમાં થતાં રસોડા પણ બંધ રહેશે.

રથયાત્રાનો બંદોબસ્ત

 • DCP અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42
 • ACP-74
 • PI-230
 • PSI-607
 • પોલીસકર્મી -11800
 • SRP કંપની-34
 • CAPF કંપની-9
 • ચેતક કમાન્ડો-1હોમગાર્ડ-5900
 • BDDS ટીમ-13
 • QRT ટીમ-15
અન્ય સમાચારો પણ છે...