ઠંડી:અમદાવાદમાં ડિસેમ્બરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચવા શક્યતા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 શહેરમાં પારો 14 ડિગ્રીથી નીચે, નલિયામાં 11.9 ડિગ્રી નોંધાયો

ઉત્તર-પુર્વીય ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે, પરંતુ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થયો નથી. નવેમ્બરની 15 તારીખ પછી રાજ્યમાં ઠંડી ક્રમશ વધે છે, તેમ જ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી જોર પકડતી હોવાનું હવામાન વિશેષજ્ઞે જણાવી રહ્યાં છે.

ડિસેમ્બરમાં શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચી શકે છે. હવામાન વિભાગ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે પહોંચતા ઠંડકમાં વધારો થયો છે. રાજ્યમાં 11.9 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ક્રમશ ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે, મોટેભાગે રાજ્યમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે. ડિસેમ્બરની શરૂઆતની સાથે લઘુત્તમની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થતો હોય છે.

આ શહેરોમાં પારો 14 ડિગ્રીએ

અમદાવાદ14.2
નલિયા11.9
ગાંધીનગર12.4
કેશોદ અને વલસાડ14
મહુવા14.1
વલ્લભ વિધાનગર14.4
કંડલા એરપોર્ટ14.6
અમરેલી14.7

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...