હત્યારો ઝડપાયો:અમદાવાદમાં 2017માં ચિલઝડપ કરતાં આરોપીના હાથે મહિલાનું મોત થયું હતું, પોલીસે 5 વર્ષ બાદ આરોપીને પકડ્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં વર્ષ 2017માં દધિચી બ્રિજ નજીક મહિલાનું પર્સ ખેંચી ભાગેલા અબ્દુલ રજાકના હાથે મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ વર્ષ 2018માં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અબ્દુલ રજાકની અન્ય ગુનામાં ધરપકડ કરી અને તેની કડકાઈથી પૂછપરછ કરી હતી. પરંતુ આ મહિલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો ન હતો. છેલ્લા બે ત્રણ વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ અને સબ ઇન્સ્પેક્ટર આઈ એમ ઝાલાની ટીમ હત્યારાને ઝડપી લેવા માટે લાગી ગઈ હતી. આ ટીમના હાથે કાલુપુર દરવાજા પાસેથી હત્યારો અબ્દુલ રજાક ઝડપાઈ ગયો હતો.

એકટીવા પરથી પટકાતાં મહિલાનું મોત થયું હતું
ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય તો પણ તે એક ભૂલ કરી દેતો હોય છે અને તે ભૂલને આધારે જ પોલીસ તેના સુધી પહોંચી જતી હોય છે. આવી જ ઘટના શહેરના એક કુખ્યાત પર્સ સ્નેચર સાથે બની હતી. વર્ષ 2017માં બે મહિલાઓ એકટીવા પર માધુપુરા બ્રિજ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે જ અબ્દુલ રજાકે પાછળ બેઠેલી આધેડ મહિલાનું પર્સે ખેંચી લીધું હતું. જેમાં પર્સ તો હાથમાં આવી ગયું પરંતુ એકટીવા પરથી પછડાયેલી આધેડ મહિનાનું મૃત્યુ નીપજયુ હતું.

ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને ઝડપી લેવા તૈયારી કરી
આ ધટનાના બાદ માધુપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને ઝડપી લેવા માટે મહેનત શરૂ કરી હતી. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ સમય દરમિયાન વર્ષ 2018માં આવી જ એક જ ઘટનામાં અબ્દુલ રજાકને ઝડપી લીધો હતો. તેની કડકાઈથી પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ મહિલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો ન હતો. અબ્દુલ રજાક જાણતો હતો કે આ ગુનાની કબુલાત કરશે તો મોટી સજા થશે.

10થી વધારે ગુના કર્યા હોવાની વિગતો સામે આવી
છેલ્લા બે ત્રણ વર્ષથી પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસ અને ઝાલાની ટીમએ આ કેસની તપાસ હાથમાં લીધી હતી તેમને મહિલાનો મોબાઈલ મળી આવ્યો. મોબાઈલ ખરીદનાર વ્યક્તિએ આ મોબાઈલ અબ્દુલ રજાક ઈસ્માઈલ શેખ પાસેથી લીધો હોવાની વિગતો આપી હતી. જેને આધારે પોલીસ અબ્દુલ રજાકની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને તેને આખરે ઝડપી લેવામાં આવ્યો હતો. 10થી વધારે ગુના કર્યા હોવાની વિગતો સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...