ટ્રાફિક ડ્રાઈવ યોજાશે:અમદાવાદમાં ટીનેજર્સ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને નીકળશે તો રસ્તા પર જ પોલીસ કાર્યવાહી કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ એક સપ્તાહ સુધી ખાસ ટ્રાફિક ડ્રાઇવ ચલાવશે -સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક

અમદાવાદમાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. તેની સાથે ટ્રાફિકમાં પણ વધારો થયો છે. હવે સ્કૂલો અને કોલેજો પણ શરૂ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ પણ વાહનો લઈને ફરતાં થયાં છે. શહેરમાં તાજેતરમાં જ પૂર્વ વિસ્તારમાં બાળકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાળક જ વાહન ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતની દર્દનાક ઘટના બાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું છે. આ ડ્રાઈવ દરમિયાન જો કોઈ ટીનેજર ટુ વ્હિલર કે ફોર વ્હિલર લઈને નીકળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ એક સપ્તાહ સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઈવ શરૂ કરશે
અમદાવાદમાં રહી રહીને જાગેલી પોલીસ એક સપ્તાહ સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઈવ શરૂ કરશે. જેમાં કોઈ ટીનેજર્સ જો ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને નીકળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરનાર ટીનેજર્સના વાહનને ડીટેઈન કરવાથી લઈને તેમના વાલીને બોલાવીને કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે. ઘણા બાળકો રેસ લગાવતા હોવાથી તેઓ પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકી દેતાં હોય છે.

પોલીસ ટ્રાફિક ડ્રાઈવ યોજશે ( ફાઈલ ફોટો)
પોલીસ ટ્રાફિક ડ્રાઈવ યોજશે ( ફાઈલ ફોટો)

સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસની બહાર પોલીસ ડ્રાઈવ યોજશે
અમદાવાદ શહેરમાં સ્કૂલો અને કોલેજો શરૂ થતાની સાથે ઘણા બાળકો ટુ વ્હીલર લઇને કે મોડી રાતે કેટલાક વિસ્તારમાં ફોર વ્હીલર લઇને નીકળતા હોય છે. જેમાં ઘણી વખત સ્પીડમાં થતાં ડ્રાઇવીંગના કારણે પોતાના અથવા અન્યના જીવનને ખતરામાં નાંખી દે છે.જેના કારણે હવે પોલીસ પણ કાર્યવાહી કરવાના મુડમાં આવી ગઇ છે.અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશ્નર મયંકસિંહ ચાવડાએ એક સપ્તાહ સુધી આ ખાસ ડ્રાઇવ કરવાનુ નક્કી કર્યુ છે જેમાં ટીનેજર દ્વારા નિયમનો ભંગ કરતા દેખાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.તેની સાથે સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસની બહાર પણ ટ્રાફિક પોલીસ આ પ્રકારે ડ્રાઇવ કરશે.