બેકાબુ થઈ રહેલો રોગચાળો:અમદાવાદમાં હવે કોરોનાને સ્થાને ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી હોસ્પિટલોમાં તાવ, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો વધી રહ્યાં છે. ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સરકારી હોસ્પિટલોમાં તાવ, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો વધી રહ્યાં છે. ( ફાઈલ ફોટો)
  • તાવના 1,42,766 દર્દીના લોહીના અને 4516ના ડેન્ગ્યુની ચકાસણી માટે સીરમના નમૂના લેવાયા.
  • જયારે મેલેરીયાના 966 સેમ્પલ પૈકી 10 કેસમાં પોઝિટિવ રીપોર્ટ આવ્યો.

અમદાવાદમાં એક સમયે કોરોનાના દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો હવે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરમાં ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુના કેસોમાં અગાઉના વર્ષ કતાં બેગણાથી પણ વધુ અને ચિકનગુનિયાના કેસોમાં ત્રણ ગણાથી વધુ વધારો નોંધાયો છે. શહેરનો એક પણ વિસ્તાર એવો નથી જ્યાં મચ્છરો વિપુલ પ્રમાણમાં પેદા થયા ના હોય. મ્યુનિ. ચોપડે મેલેરિયાના 202, ફાલ્સીપેમના 21, ડેન્ગ્યુના 266, ચિકનગુનિયા 130 મળી 619 કેસો હાલ નોંધાયા છે, પણ ખરેખર દર્દીઓનો આંકડો 1500થી ઉપર હોવાની સંભાવના છે.

શહેરમાં 155 જગ્યાએ પ્રદુષિત પાણી આવે છે
અત્યાર સુધી કોરોનાથી ઉભરાતી હોસ્પિટલો હવે દર્દીઓથી ઉભરાય છે. ઉપરાંત ચાલુ મહિના દરમ્યાન મેલેરિયાના લક્ષણો ધરાવતા 1,42,766 તાવના દર્દીના લોહીના અને 4516ના ડેન્ગ્યુની ચકાસણી માટે સીરમના નમૂના લેવાયા છે. આમ મ્યુનિ.ના રજીસ્ટરમાં જ 1,47,292 તાવના દર્દીઓ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસો લાંભા, નારોલ, શાહીબાગ, રામોલ, ગોતા, થલતેજ, રખિયાલ, સરખેજ, રાણીપમાં વધુ સંખ્યામાં નોંધાયાનું જાણવા મળે છે. બીજી તરફ ઠેર ઠેર આવતાં પ્રદુષિત પાણીના કારણે ઝાડાઉલ્ટીના 344, કમળાના 186, ટાઈફોઈડના 267 અને કોલેરાના 3 કેસો નોંધાયા છે. 155 જગ્યાએ પ્રદુષિત પાણી આવે છે, જ્યાંના પાણીના નમૂના અનફીટ જણાયા છે.

સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં તાવના કેસ વધી રહ્યા છે ( ફાઈલ ફોટો)
સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં તાવના કેસ વધી રહ્યા છે ( ફાઈલ ફોટો)

સોલા સિવિલમાં ડેન્ગ્યુના 80 ચિકનગુનીયાના 19 કેસ નોંધાયા
સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 80 તેમજ ચિકનગુનીયાના 19 જેટલા કેસ નોંધાયા છે.૨૫ જેટલા બાળકો ડેન્ગ્યુથી સંક્રમિત થયા છે. ઓગસ્ટ અંત સુધીમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુના 80 કેસ, ચિકનગુનીયાના 19 કેસ, મેલેરીયાના 10 કેસ તથા કમળાના 63 કેસ નોંધાયા હતા.12 બાળકોનો કમળાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.13 બાળકો અને 12 બાળકીઓનો ડેન્ગ્યુ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તમામને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જ સારવાર આપવામાં આવી રહી છે.ડેન્ગ્યુના 328 સેમ્પલ પૈકી 80 કેસમાં પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.ચિકનગુનીયામાં 126 સેમ્પલ પૈકી 19 કેસમાં પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.જયારે મેલેરીયાના 966 સેમ્પલ પૈકી 10 કેસમાં પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.

બંધ એકમ અને ઈન્સ્ટિ્ટયૂટમાં મચ્છરના બ્રિડિંગ વધારે હોવાથી તંત્રએ તપાસ શરુ કરી( ફાઈલ ફોટો)
બંધ એકમ અને ઈન્સ્ટિ્ટયૂટમાં મચ્છરના બ્રિડિંગ વધારે હોવાથી તંત્રએ તપાસ શરુ કરી( ફાઈલ ફોટો)

બંધ એકમ અને ઈન્સ્ટિ્ટયૂટમાં મચ્છરના બ્રિડિંગ વધારે
ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. કો કે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.