તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાયરલ:અમદાવાદમાં ઉપરી અધિકારીને પૈસા નહીં આપતા હોમગાર્ડ જવાનને નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
IPS બંગલે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ થયો
  • મારુ ઘર નોકરી પર ચાલે છે પણ ઘડપણમાં મને નોકરીએ આવવાની ના પાડી દેવાઈ.
  • હું આત્મવિલોપન કરીશ તો એના જવાબદાર અધિકારી સાંતેજા સાહેબ રહેશેઃ હોમગાર્ડ જવાન.

અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ હોમગાર્ડ જવાને વીડિયોમાં ઉપરી અધિકારી પર આક્ષેપો કર્યાં છે. વીડિયોમાં તે એવું બોલે છે કે હોમગાર્ડની ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી સાંતેજાએ બે મહિનાથી પૈસા નહીં આપ્યા હોવાથી મને નોકરીએ આવવાની ના પાડી દીધી છે. હવે ના છુટકે મારે આત્મવિલોપન કરવું પડે તેવી પરિસ્થિતિ છે. જેના જવાબદાર અધિકારી સાંતેજા રહેશે.

પૈસા નહીં આપતા નોકરીમાંથી કાઢી મુકાયો
સોશિયલ મીડિયામાં IPS બંગલામાં ફરજ બજાવતા ગૌતમ શ્રીમાળી નામના હોમગાર્ડ જવાનનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં હોમગાર્ડ જવાને ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતાં સાંતેજા નામના અધિકારી પર આક્ષેપ કરતા કહ્યું છે કે હું IPS બંગલા પર નોકરી કરું છું અને સતત 25-26 દિવસ નોકરી કરું છું. મારો કોઈ વાંક નથી અને બીજું કે તેમને પૈસા આપ્યા નથી એટલે મને નોકરી આવવાની ના પાડી છે. હું ટ્રેઝરીમાં મળવા ગયો તો તેઓએ મને કહ્યું ગૌતમભાઈ મારે જિલ્લા કમાન્ડન્ટ સાહેબને પણ પૈસા આપવાના હોય છે. તમારે જે કરવું હોય એ કરો. મારુ કોઈ કશું કોઈ નહિ બગાડી શકે કારણે હું ઉપર પૈસા આપું છું.

અધિકારીએ મને ધમકી આપી છે
હું ખેડા જિલ્લાથી 90 કિલોમીટર દૂરથી નોકરી આવુ છું મારે કમાવનાર કોઈ નથી. મારે ત્રણ દીકરીઓ છે. હું હોમગાર્ડની નોકરી પર જીવું છું. મને કાલથી નોકરી પર આવવાનું નથી એમ સાહેબે કીધું છે. ઉચ્ચ અધિકારીઓ અને હોમગાર્ડ પણ જાણે છે કે સાંતેજા બળવાન અધિકારી છે. એમને પણ ખબર છે કે શ્રીમાળી મારુ કશું નહીં ઉખાડી શકે. મને પણ ધમકી આપી છે કે હું જોવું છું તું કેવો નોકરી કરે છે એટલે નાછૂટકે મારે આત્મવિલોપન કે કઈ કરવું પડે. આ વ્યક્તિ ખૂબ પહોંચેલો છે અને મને નોકરી નહિ કરવા દે પરંતુ હું આ વીડિયો એટલે જાહેર કરું છું કે મને કે મારા પરિવારને કઈ થાય એના માટે સાંતેજા સાહેબ જવાબદાર હશે.

હોમગાર્ડના અધિકારી જબ્બારસિંહ શેખાવતે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોમગાર્ડ જવાને જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે. લોકડાઉનમાં અનેક ફરિયાદ મળતાં ઉપરના અધિકારીઓના આદેશ મુજબ હોમગાર્ડ જવાનોની બદલી કરવામાં આવી છે. આ જવાન 2 વર્ષથી એક જ જગ્યાએ હતો અને તેને બીજા ડિવિઝનમાં બદલી કરતા તેણે આવા આક્ષેપ કર્યાં છે.