AMCનો નિર્ણય:14 જૂનથી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી AMTSની 575 અને BRTSની 250 બસો થઈને કુલ 825 બસો દોડશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • શહેરમાં 18 માર્ચથી 6 જૂન સુધી AMTSની બસ સેવા બંધ હતી.
  • બસો બંધ રહેતા પાસ ધારકો માસિક/ત્રિમાસિક પાસનો ઉપયોગ કરી શક્યા નહોતા.
  • AMTS, BRTS બસમાં અંદર તથા બહારની બાજુએ દરરોજ સેનિટાઈઝેશન કરાશે.

અમદાવાદ શહેરમાં 82 દિવસો બાદ AMTS બસો ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં 50 ટકા પેસેન્જરની કેપેસિટી સાથે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી બસો દોડાવવામાં આવી રહી છે. જોકે સિટી બસમાં રોજ મુસાફરી કરનારા ઘણા લોકોએ માસિક, ત્રિમાસિક જેવા પાસ કઢાવ્યા હતા, અને બસો બંધ કરવામાં આવતા તેમને પાસનો લાભ નહોતો મળ્યો. એવામાં AMC અને AMTS દ્વારા આવા લોકોને પાસની મુદત વધારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે 14 જૂનથી AMTSની 575 અને BRTSની 250 બસો થઈને કુલ 825 બસો સંચાલનમાં મુકાશે.

પાસની મુદત વધારી આપવામાં આવશે
શહેરમાં કોરોનાની બીજી લહેરના કારણે તારીખ 18 માર્ચથી 6 જૂન સુધી શહેરમાં સિટી બસ સેવાઓ બંધ હતી. આ સમય દરમિયાન બસમાં મુસાફરીને લગતા માસિક/ત્રિમાસિક પાસ ધારકોને બસ બંધ રહી તેટલા સમય દરમિયાન પાસનો ઉપયોગ ન કરી શક્યા નહોતા. એવામાં AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, પાસની બાકીની વેલિડિટી મુજબના દિવસની મુદત પાસમાં વધારી આપવામાં આવશે. આ માટેની પ્રક્રિયા 15 જૂનથી 24 જૂન દરમિયાન સવારે 8.30થી બપોરના 3 સુધી કરી આપવામાં આવશે.

બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઓછા મુસાફરો હોય છે
બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઓછા મુસાફરો હોય છે

બસો શરૂ થતા મુસાફરોનો સમય બચ્યો
લાંબા સમય બાદ બસો શરૂ થતા પેસેન્જર દીપિકાબેને જણાવ્યું હતું કે, બસો બંધ હોવાથી ત્રણ રીક્ષા બદલી અને નોકરીના સ્થળે પહોંચવુ પડતું હતું. સમયનો બગાડ થતો હતો. જેના કારણે મોડું થતું હતું. આજથી બસો શરૂ થતાં રાહત થઈ છે. બસમાં મુસાફરો ઓછા હોય છે. જ્યારે રૂપલબેને જણાવ્યું હતું કે, બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઓછા મુસાફરો હોય છે. રીક્ષામાં પેસેન્જરો વધુ હોય છે. બસ ચાલુ થવાના કારણે સમયસર ઘરે પહોંચી જવાય છે અને રીક્ષાના ભાડા અત્યારે મિડલ કલાસ લોકોને પોસાય તેમ નથી જેથી તેમાં રાહત મળશે.

14 જૂનથી AMTSની 575 અને BRTSની 250 બસો થઈને કુલ 825 બસો સંચાલનમાં મુકાશે
14 જૂનથી AMTSની 575 અને BRTSની 250 બસો થઈને કુલ 825 બસો સંચાલનમાં મુકાશે

પાસ કઈ કઈ જગ્યાએ બનાવી અપાશે?

  • રીટ્ઝ હોટલ (લાલ દરવાજા)
  • વાડજ ટર્મિનસ
  • સારંગપુર ટર્મિનસ

આ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે

  • મુસાફરોને નક્કી કરેલા સ્ટેજની જ ટિકીટ આપવામાં આવશે
  • દરેક મુસાફરે માસ્ક ફરજીયાત પણે પહેરવાનું રહેશે
  • કોઈપણ કર્મચારી થૂંકતા કે માસ્ક વિના પકડાશે તો 200 રૂપિયા દંડ લેવાશે
  • કર્મચારીને ફરજ પર લેતા પહેલા થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે
  • બસની અંદર તથા બહારની બાજુએ દરરોજ સેનિટાઈઝેશન કરવાનું રહેશે
  • ​​​​​​​AMCને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી
  • અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી તેની આવક રોજની 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે.