આગના બનાવ:રાજ્યભરમાંથી 3581 ઈમરજન્સી કોલ્સ મળ્યા, 20 કેસ દાઝી દવાના અને 203 કેસ શ્વાસ લેવાની તકલીફના સામે આવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • ફાયર બ્રિગેડની ટીમને ઓઢવ, મોટેરા અને પ્રેમ દરવાજામાં ફાયરના મેજર કોલ મળ્યા

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના કારણે દર વર્ષે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ દિવાળી દિવસે રાજ્યમાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે ઈમરજન્સી કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસે રાજ્યભરમાંથી 3581 ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે. ​​​​​​​જેમાં શારીરિક હુમલાના 186 કેસ, પડી જવાના 151 કેસ તેમજ 20 કેસ દાઝી જવાના નોંધાયા હતા. જ્યારે 203 કેસ શ્વાસ લેવાની તકલીફ પડ્યાના સામે આવ્યા છે. જેમાં ડોક્ટરની મદદ લેવી પડી છે.

અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરના 133 કોલ મળ્યા
અમદાવાદના ફાયર વિભાગના ડેટા મુજબ, દિવાળી દિવસે અમદાવાદ શહેરમાં ફટાકડાની આગ લાગવાની કુલ 94 જેટલી ઘટનાઓ બની હતી. જ્યારે અન્ય પ્રકારની આગના 39 કોલ મળ્યા હતા. દરેક ઝોનમાં 8-8 ગાડીઓ મુકવામાં આવી હતી. ફાયર અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં રહ્યા હતા. ​​​​​​​ફટાકડાના લીધે કચરામાં આગ લાગવાની ઘટનાઓ વધી હતી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

16 સ્થળોએ મકાનોમાં આગ લાગી
​​​​​​
આ આગના બનાવોમાં 16 સ્થળોએ મકાનમાં આગ લાગી હતી. જ્યારે 59 સ્થળોએ કચરામાં આગ લાગવાના કોલ ફાયર વિભાગની ટીમને મળ્યા હતા. આ સાથે જ મેજર આગ લાગવાના બનાવ બન્યા હોય તેવા 3 કોલ આવ્યા હતા. મોટેરા દબાણ ગોડાઉન ખાતે આગ લાગતા ફાયરની 8 ગાડીઓ, ઓઢવમાં જય કેમિકલ ખાતે 4 ગાડીઓ તથા પ્રેમ દરવાજામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા 8 ગાડીઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...